Gujarat Yojana

Ganvesh Sahay Yojana Gujarat 2024 : વિધાર્થીઓએ સ્કૂલ યુનિફોર્મ ખરીદવા માટે Rs.900 રૂપિયાની સહાય

Ganvesh Sahay Yojana Gujarat 2024 : ગુજરાત સરકાર દ્વારા ચાલતી આ યોજના અંતર્ગત સ્કૂલમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓને ગણવેશ (સ્કૂલડ્રેસ) ખરીદવા માટે રોકડ રકમની સહાય આપવામાં આવે છે. આ યોજનાથી ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો ને તેના બાળકોને શિક્ષણ આપવા ખૂબ મદદરૂપ સાબિત થશે. આયોજના ધોરણ 1 થી 8 પ્રાથમિકમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓ માટે છે. આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી પુરાવાઓ, પ્રક્રિયા અને લાયકાત જેવી તમામ જાણકારી અહીં આપવામાં આવી છે. એટલા માટે આ લેખને સંપૂર્ણ વાંચો.

એક્દમ સરળ છે ઓનલાઇન વિધાર્થી પાસ કઢાવો, વાંચો વિગતે

Ganvesh Sahay Yojana Gujarat 2024

ગણવેશ સહાય યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતાં અનુસુચિત જાતિના વિધાર્થીઓને સ્કૂલ ડ્રેસ માટે સહાય આપવામાં આવે છે. સહાયની રકમ નીચે મુજબ આપવામાં આવશે.

  • ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતાં વિધાર્થીઓને ત્રણ જોડી ગણવેશ ખરીદવા મારે રૂ.900/- ની સહાય આપવામાં આવશે.

યોજનાનો લાભ લેવા માટે કેટલી આવક મર્યાદા હોવી જોઈએ?

આ યોજનાનો લાભ લેવા માટે પરિવારની કોઈ પણ પ્રકારની આવક મર્યાદા નક્કી કરવામાં આવી નથી. તેથી તમારે યોજનાનો લાભ લેવા માટે આવક દર્શાવવાની નથી.

ધોરણ 9 અને 12માં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ ને મળશે રૂ. 20000 ની શિષ્યવૃતિ

ગણવેશ સહાય યોજના માટે જરૂરી ડૉક્યુમેન્ટ

  • ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતાં બાળકનું ધોરણ પત્ર
  • જાતિનો દાખલો
  • શાળાનું છાત્રપત્રક
  • વિધાર્થીનો ફોટો વગરે..

કોઈપણ ગેરેંટી વગર મહિલાઓને મળશે 25 લાખ સુધીની લોન

આવેદન કરવાની પદ્ધતિ

આ યોજનાનો લાભ લેવા માટે ગુજરાત સરકારનું ડિજિટલ પોર્ટલ https://www.digitalgujarat.gov.in પર આવેદન કરવાનું રહેશે. આ યોજના માટે લાભાર્થીએ આવેદન કરવાનું નથી પણ શાળાના આચાર્ય દ્વારા આવેદન કરવાનું હોય છે. એટલા માટે તમારે તમારા બાળકની સ્કૂલ પર આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ જમા કરાવી આવેદન કરાવવાનું રહેશે.

યોજના સંબધિત વધુ માહિતી તમે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરી અથવા તો તમારા બાળકની સ્કૂલ પરથી મેળવી શકો છો. વધુ યોજનાની જાણકારી મેળવવા માટે જોડાયેલા રહો kakasaheb.com સાથે.

Related posts:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *