Join Our WhatsApp Group Join Now

Pan Card Online Apply : ઘરે બેઠા ઓનલાઇન પાનકાર્ડ કાઢો, એકદમ સરળ છે પાનકાર્ડનું ફોર્મ ભરવું

Pan Card Online Apply : પાનકાર્ડ એ એક સરકારી ડોકયુમેંટ છે જે લગભગ ભારતના તમામ નાગરિકો પાસે હોય છે. કેમ કે આપણાં જીવનમાં પાનકાર્ડની અહમ ભૂમિકા છે. પાનકાર્ડ વગર આપણે બેન્કમાં એકાઉન્ટ પણ ખોલાવી શકતા નથી અને કોઈપણ સરકારી યોજના માટે આવેદન પણ કરી શકતા નથી. ટૂંકમાં કવ તો.. તમામ મહત્વપૂર્ણ કાર્યો માટે પાનકાર્ડ જરૂરી છે.

આપણી પાસે એ પણ જાણકારી હોવી જોઈએ કે પાનકાર્ડ વગર આપણે Rs. 50,000/- થી વધુનો બેન્ક વ્યવહાર કરી શકતા નથી. પાનકાર્ડનો ઉપયોગ કોઈપણ જગ્યાએ ઓળખપત્ર તરીકે પણ કરી શકાય છે. અને તે તમામ જગ્યાએ માન્ય પણ રાખવામાં આવે છે. તો આજે આપણે જાણીશું કે આ મહત્વપૂર્ણ ડોકયુમેંટ ઘરે બેઠા ઓનલાઈન કેવી રીતે કઢાવી શકાય.

Pan Card Online Apply

આજના સમયમાં પાનકાર્ડનું કેટલું મહત્વ છે તે વાત આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ. પાન કાર્ડમાં 10 અંકોનો એક પાન નંબર આપવામાં આવે છે કે તમામ નાગરિકોનો અલગ અલગ હોય છે. તમારે બેન્ક ખાતું ખોલવાવું અથવા તો બેન્ક લોન લેવી હોય તો પણ પાનકાર્ડની જરૂર પડે છે. તમારી પાસે પાનકાર્ડ ઉપલબ્ધ નથી અથવા તો હજી સુધી બનાવ્યું જ નથી તો તમારે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પરંતુ તમારે ગભરાવવાની જરૂર નથી કેમ કે હવે પાનકાર્ડ ઘરે બેઠા ઓનલાઇન પણ બની જશે.

પાન કાર્ડ બનાવવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ

જો આપણે વાત કરીએ કે પાનકાર્ડ કઢાવવા માટે કયા કયા ડૉક્યુમેન્ટની જરૂર પડશે તો તમને જણાવી દઈએ કે તમારે પાન કાર્ડ કઢાવવા માટે નામ માત્રના ડોકયુમેંટની જરૂર પડશે જી..હા.. તમારે પાન કાર્ડ કઢાવવા માટે ફકત આધાર કાર્ડ, તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને તમારી સફેદ પેપર પર સહીનો ફોટો. એ વાત નોંધવી કે તમારા પાન કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિન્ક હોવો જોઈએ.

પાનકાર્ડ કઢાવવા માટેની લાયકાત

  • પાનકાર્ડ માટે આવેદન કરનાર ભારતનો નાગરિક હોવો જોઈએ.
  • પાનકાર્ડ કઢાવનારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ.
  • પાનકાર્ડ બનાવરનાર ના આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિન્ક હોવો જોઈએ.
નોંધ: 18 વર્ષથી ઓછી ઉંમરનાનું પણ માઇનર પાન કાર્ડ કઢાવી શકાય છે પણ તેની પ્રક્રિયા ઓફલાઇન હોય છે.  

પાનકાર્ડ કઢાવવા માટે ચૂકવવી પડતી ફી

તમારા મનમાં પાન આ સવાલ હશે કે ઓનલાઇન પાનકાર્ડ કઢાવવા માટે કેટલી ફી ચૂકવવી પડશે ઓફલાઇનમાં તો 200-250 રૂપિયા આપવી પડે છે. તો તમને જણાવી દઈએ કે ઓનલાઇન પાનકાર્ડ કઢાવવા માટે તમારે ફક્ત 107 રૂપિયા ચૂકવવા પડશે આ રકમ પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે.

ઓનલાઇન પાન કાર્ડ માટે અરજી કેવી રીતે કરશો

ભારતમાં બે કંપનીઓ NSDL અને UTI પાનકાર્ડ બનાવવાનું કામ કરે છે. તમે ગમે તે કંપનીની ઓફિશ્યલ વેબસાઇટ પર જઇને પાન કાર્ડ માટે અરજી કરી શકો છો. બંને વેબસાઇટ પર પાનકાર્ડ બનાવવાની પ્રક્રિયા અને ચાર્જ એકસરખો જ છે.

  • પાનકાર્ડ બનાવા માટે સૌથી પહેલા તમારે ઓફિશ્યલ વેબસાઇટ પર જવાનું રહેશે.
  • ત્યાર પછી ફોર્મમાં પૂછવામાં આવેલ તમામ જાણકારી કોઈપણ ભૂલ વગર ભરો, જેવી કે નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈમેઈલ આઈડી વગેરે..
  • જાણકારી ભર્યા પછી તમને આપેલ કૈપ્ચા કોર્ડ ભરી તેને સબમિટ કરો.
  • હવે તમારે સરનામાની જાણકારી આપવાની રહેશે અને તમારો ફોટો, સહીનો ફોટો અને આધાર કાર્ડનો ફોટો અપલોડ કરવાનો રહેશે.
  • ત્યાર બાદ અન્ય જરૂરી જાણકારી ભરવાની રહેશે.
  • છેલ્લે તમારે Rs. 107/- રૂપિયા ભરવાના રહેશે.
  • ત્યાર બાદ તમારે તમારી વ્યક્તિગત જાણકારી આપવાની રહેશે.
  • તે કર્યા પછી તમને તમારો એક્નોલેજમેંટ નંબર મળશે જે તમારે કોઈ બુકમાં લખી લેવો.
  • ઓનલાઇન પાનકાર્ડ બનતા સાત દિવસનો સમય લાગે છે. સાત દિવસ પછી તમને ઈમેલ પર મોકલી દેવામાં આવશે.
  • અને ફિઝિકલ પાનકાર્ડ તમને 30 દિવસમાં પોસ્ટ દ્વારા મળી જશે.
UTI Pan Card Apply : Click here
NSDL Pan Card Apply : Click here

નિયમિત અમારા લેખો તમારા WhatsApp માં મેળવવા માટે નીચે આપલે બટન પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવ

Leave a Comment