Life style

લીવ ઇન રિલેશનશીપ બાદ હવે નવો ટ્રેન્ડ, ફ્રેન્ડશીપ મેરેજ : ના ઘરની જવાબદારી ના ઘરનું ટેન્શન

What is Friendship marriage : નવી પેઢીને પોતાની અનુકૂળતા મુજબ નવા નવા ટ્રેન્ડમાં આવતી હોય છે. જૂના જમાનામાં ફક્ત એરેંજ મેરેજનો જ વિકલ્પ હતો પણ જેમ જેમ શહેરીકરણ થતું ગયું તેમ તેમ નવા ટ્રેન્ડ આવતા ગયા અને ત્યારની યુવા પેઢી લીવ ઇન રિલેશનશીપમાં રહેવાનું પસંદ કરવા લાગી પરંતુ હવે નવો ટ્રેન્ડ એટલે કે Friendship marriage યુવાનો કરવાનું વધુ પસંદ કરે છે. જેમાં તો કોઈ ઘરની જવાબદારી નથી હોતી ના તો બાળકો પેદા કરવાનું ટેન્શન હોય છે. તો ચાલો આપણે જાણીએ કે આ ફ્રેન્ડશીપ મેરેજ શું છે.

જીવનને બદલી નાખે તેવા ભગવાન બુદ્ધના સુવાક્યો

What is Friendship marriage?

નવી પેઢીએ ઘરની કે બાળકોની જબદારીઓથી બચવા એક નવો ટ્રેન્ડ કાઢ્યો છે તે છે ફ્રેન્ડશીપ મેરેજ. આ ટ્રેન્ડ જાપાની યુવાનોમાં ખૂબ પ્રચલિત છે. કલરસ નામની એજેંસી દ્વારા પ્રસિદ્ધ કરેલા આંકડા મુજબ વર્ષ 2015 થી અત્યાર સુધીમાં 500+ લોકોએ ફ્રેન્ડશીપ મેરેજ કર્યા છે. તમને જણાવી દઈએ કે આ એજન્સી ફ્રેન્ડશીપ મેરેજ સંબધિત ક્ષેત્રની સાથે જોડાયેલી છે. આ મેરેજમાં પતિ-પત્નીના સંબંધ એકદમ અલગ હોય છે. જેમાં કોઈ જવાબદારી હોતી નથી. આ લગ્નમાં કપલને એકબીજાના સુખ અને દુખમાં સાથે રહેવા માટે બંધાયેલા હોતા નથી. તેવો ફક્ત મિત્રતાના આધારે સાથે રહે છે. જે સારી કમાણી કરે છે પણ લગ્નની જવાબદારી થી બચવા માંગે છે તેના માટે ટ્રેન્ડ ઘણો ઉપયોગી છે.

પતિ-પત્ની લાઈફ પાર્ટનર નહીં ફક્ત રૂમમેટ

ફ્રેન્ડશીપ મેરેજમાં છોકરો-છોકરી કાયદેસર રીતે મેરેજ તો કરે છે. પણ તેનામાં કોઈ શારીરિક કે ભાવાત્મક એટેચમેંટ હોતું નથી. આ કપલ પરસ્પર આદર, મૂલ્યો, ખર્ચ, સ્થિરતા અને ભાવાત્મક સમર્થનના આધારે સાથે રહેવાનું નક્કી કરે છે. આ મેરેજમાં કલપ બાળક પેદા કરવાનું ઈચ્છે તો કરી શકે પણ તેના માટે કોઈ પ્રકારનું દબાણ હોતું નથી. સરળ ભાષામાં કહીએ તો આ પતિ-પત્નીનો લાઈફ પાર્ટનર નો નહીં પણ રૂમમેટ જેવો સંબંધ છે.

આ લોકોને પસંદ આવી રહ્યો છે આ ટ્રેન્ડ

30 વર્ષની ઉંમર પછી વધુ કમાણી કરનારા લોકો આ ટ્રેન્ડને વધુ પસંદ કરી રહ્યા છે. તે સિવાય જે લોકો રોમેન્ટિક અથવા જાતિય આકર્ષણનો અનુભવ કરતાં નથી, જેમાં અજાતીય અને LGBTQ+ લોકોનો સમાવેશ થાય છે. જાણકારો મુજબ આ મેરેજનો ટ્રેન્ડ વધવા પાછળ નોકરીની અસુરક્ષા, મોંઘવારી જેવા કારણો પણ જવાબદાર ગણવામાં આવે છે.

આચાર્ય ચાણક્ય કહે છે કે વિદ્વાન વ્યક્તિઓએ ગધેડા પાસેથી આ ગુણો શીખવા જોઈએ

ફ્રેન્ડશીપ મેરેજની આ છે વિશેષતા

  • સાથે રહેવું કે ના રહેવું તે નક્કી કરવું સરળ
  • બાળકો પેદા કરવા અથવા દત્તક લેવા એમ બંને વિકલ્પ ખુલ્લા રહેવા
  • પરંપરાગત લગ્નને બદલે સપોર્ટિવ પાર્ટનર
  • લગ્ન પહેલા ભવિષ્યના અનેક નિર્ણયો લેવા માટેનો સમય મળવો વગેરે….

તમારી નજરે આ મેરેજ યોગ્ય છે કે નહીં તે કમેંટ કરી અવશ્ય જણાવો

નિયમિત અમારા લેખો તમારા WhatsApp માં મેળવવા માટે ઉપર આપલે બટન પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *