જીવનને બદલી નાખે તેવા ભગવાન બુદ્ધના સુવાક્યો, એકવાર અવશ્ય વાંચો
ભગવાન બુદ્ધને ‘એશિયાના જ્યોતિપૂંજ (Light of Asia)’ તરીકે ઓળખવામાં આવે છે. તેમનો જન્મ ઇ.સ પૂર્વ 566માં લૂમ્બિની વન ખાતે થયો હતો. માતા માયાદેવી અને પિતા શિદ્ધોધનના ઘરે જન્મેલા ગૌતમ બુદ્ધનું મૂળ નામ સિદ્ધાર્થ હતું. તેના લગ્ન યશોધરા સાથે થયા હતા. સિદ્ધાર્થ અને યશોધરાને રાહુલ નામનો એક પુત્ર પણ હતો.
ભગવાન બુદ્ધે રોગી, વૃદ્ધ માણસ, શબ અને સાધુને જોયા બાદ 29 વર્ષની વયે સારથી છન્ન અને ઘોડા કંથકને લઈને સંસાર ત્યાગ કર્યો, જેને મહાભિનિષ્ક્રમણ કહેવાય છે. 6 વર્ષની તપશ્ર્ર્ર્યા બાદ તેમને નિરંજન (ફાલ્ગુ) નદીના કિનારે બોધિવૃક્ષ (પીપળો) નીચે 35 વર્ષની વયે વૈશાખી પુર્ણિમાએ ગયા નામના સ્થળે જ્ઞાન પ્રાપ્ત થયું. જેને ‘સંબોધિતની પ્રક્રિયા’ કહે છે. અને તેઓ સિદ્ધાર્થ માંથી બુદ્ધ બન્યા. સારનાથ ખાતે બુદ્ધે પાલી ભાષામાં આપેલ પ્રથમ ઉપદેશની ઘટનાને ‘ધર્મચક્ર પ્રવર્તન’ કહેવાય છે. તેઓ 80 વર્ષની વયે ઇ.સ પૂર્વે 486માં મલ્લ રાજ્યના પાટનગર કુશીનગરમાં નિર્વાણ પામ્યા જેને મહાપરિનિર્વાણ કહે છે. ગૌતમ બુદ્ધની જન્મ, જ્ઞાનપ્રાપ્તિ, નિર્વાણની ઘટના વૈશાખી પુર્ણિમાના દિવસે થઈ હોવાથી તેને બુદ્ધ પુર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે.
જીવનમાં ઉપયોગી સ્વામી વિવેકાનંદના સોનેરી સુવિચાર
જીવનને બદલી નાખે તેવા ભગવાન બુદ્ધના સુવાક્યો
- આળસુ માણસ જીવતો મરેલો જેવો છે. એ સો વર્ષ જીવે તોય નકામું.
- ક્રોધ ઉપર પ્રેમથી, પાપ પર પુણ્યથી, લોભ ઉપર દાનથી અને અસત્ય પર સત્યથી જીત મેળવો.
- જગતમાં દુ:ખ છે જ, જગત દુ:ખથી ભરેલું છે. પહેલું દુ:ખ તે જન્મ, પછી રોગ, ઘડપણ અને મૃત્યુનું દુ:ખ બીજા બે મોટા દુ:ખ તે પ્રિય વસ્તુનો વિયોગ અને અપ્રિયનો યોગ આ છયે દુ:ખનું કારણ તૃષ્ણા છે, તૃષ્ણા માટે તો દુ:ખ મટે.
- સાધુસંતો પુણ્યનાં ખેતરો છે. ખેતરો પોતાનો પાક પોતે ખાતા નથી, બીજાંને આપે છે.
- ખેડૂતોને બી આપો, નોકરચાકરને પૂરું વેતન આપો, બેકારને કામધંધો આપો, અન્ન-વસ્ત્ર વિનાનાને અન્ન-વસ્ત્ર આપો, વૃદ્ધ અને અપંગની સેવા ચાકરી કરો, પશુ પંખી અને વૃક્ષોનું પોષણ-રક્ષણ કરો-આ યજ્ઞ છે.
- તંદુરસ્તી મોટામાં મોટી ભેટ છે, સંતોષ મોટામાં મોટી સંપત્તિ છે અને શ્રદ્ધા તેમજ વફાદારી મોટામાં મોટો સંબંધ છે.
- દરેક દુ:ખનું બીજ હોય છે, નિવારણ મટે એ તરફ જુઓ.
નિયમિત અમારા લેખો તમારા WhatsApp માં મેળવવા માટે ઉપર આપલે બટન પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવ