Join Our WhatsApp Group Join Now

SBI Stree Shakti Yojana 2024: કોઈપણ ગેરેંટી વગર મહિલાઓને મળશે 25 લાખ સુધીની લોન

SBI Stree Shakti Yojana 2024: પ્રાચીન કાળથી ભારત દેશને પુરુષ પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ ક્ષેત્રે મહિલાઓનું યોગદાન પ્રશંસાને પાત્ર છે. એટલા માટે મહિલાઓના સશક્તિકરણ માટે કેન્દ્ર અને રાજય સરકારો દ્વારા વિવિધ યોજનાઓ લોન્ચ કરવામાં આવતી હોય છે. એવી જ એક યોજના SBI Stree Shakti Yojana (SBI સ્ત્રી શક્તિ યોજના) કેન્દ્ર સરકાર અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત મહિલાઓને પોતાનો વ્યવસાય શરૂ કરવામાં માટે બેન્ક દ્વારા 25 લાખ સુધીની લોન આપવામાં આવશે. આ લોન એકદમ ઓછા વ્યાજ દરે અને કોઈપણ ગેરંટી વગર આપવાની જોગવાઈ છે. આ યોજના સંબધિત વધુ જાણકારી આપણે આ લેખ માં જોઈશું એટેલા માટે આ આર્ટીકલ સંપૂર્ણ ધ્યાનથી વાંચો.

SBI Stree Shakti Yojana 2024

સ્ત્રી શક્તિ યોજનાના માધ્યમથી કેન્દ્ર સરકાર મહિલાઓને પોતાનો વ્યવસાય શરૂ કરવામાં માટે 25 લાખ સુધીની લોન કોઈપણ શર્ત વગર આપવામાં આવશે. જેનો વાર્ષિક વ્યાજ દર 11.99% રહેશે. લોન લેવા માટે મહિલાઓને કોઈપણ ચલ કે અચલ સંપતિ ગીરવે મૂકવાની રહેશે નહીં. આ યોજનાનો લાભ મહિલાના નવા વ્યવસાય માટે અથવા કોઈપણ શરૂ વ્યવસાયમાં જો તેની 50% ભાગીદારી હશે તો પણ મળશે.

એસબીઆઇ સ્ત્રી શક્તિ યોજનાનો ઉદ્દેશ્ય

1). મહિલા સશક્તિકરણ ને પ્રોત્સાહન આપવું.
2). મહિલાઓ માટે રોજગારની નવી તકો ઊભી કરવી.
3). મહિલા ઉદ્યોગ ને પ્રોત્સાહન આપવું.
5). આર્થિક રીતે નબળી મહિલાઓની સ્થિતિમાં સુધારો કરવો.
6). ગ્રામીણ તથા છેવાડાની મહિલાઓને વિકાસના મુખ્ય પ્રવાસ સાથે જોડાણ કરાવવું.

સ્ત્રી શક્તિ લોન લેવા માટે જરૂરી યોગ્યતા

  • મહિલા ભારતની મૂળ નિવાસી હોવી જોઈએ
  • મહિલા નવો વ્યવસાય શરૂ કરવા માટે લોન માટે આવેદન કરી શકે છે.
  • પરંતુ મહિલા કોઈ પણ ચાલુ વ્યવસાય માટે લોન લેવા ઈચ્છે છે તો તેમાં તેની ભાગીદારી 50% કે તેથી વધુ હોવી જોઈએ.
  • મહિલા ખુદ તેના વ્યવસાયની માલિક હોવી જોઈએ.
  • મહિલા પરિવારના અન્ય સદસ્ય માટે લોન લેવા માટે આવેદન કરી શક્તિ નથી.

લોન પ્રાપ્ત કરવા માટે જરૂરી પુરાવા

SBI સ્ત્રી શક્તિ લોન યોજના નો લાભ લેવા માટે અરજીકર્તા પાસે અમુક જરૂરી દસ્તાવેજો હોવા જરૂરી છે. જેમાં અરજીકર્તાનું આધાર કાર્ડ, પાન કાર્ડ, ઓળખ પત્ર, આવકનો દાખલો, રહેઠાણનો પુરાવો, મોબાઈલ નંબર અને પાસપોર્ટ સાઇઝનો ફોટો જરૂરી છે. અને જો મહિલા નવો વ્યવસાય શરૂ કરવા માંગે છે તો તેનું પંજીકરણ દસ્તાવેજ અને મહિલા વર્તમાન શરૂ વ્યવસાય ઉપર લોન લેવા ઈચ્છે છે તો તેનું મલિકાના હકનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. (વ્યવસાય સંબધિત અન્ય પુરાવાની પણ જરૂર પડશે)

સ્ત્રી શક્તિ યોજના અંતર્ગત શામિલ વ્યવસાય

  • બ્યુટી પાર્લર
  • કૃષિ
  • સિલાઈ
  • કોસ્મેટિક વસ્તુનું વેચાણ
  • મસાલાનો વ્યવસાય
  • પાપડ બનાવાનો વ્યવસાય
  • ડેરી અને દૂધનો વ્યવસાય
વ્યવસાય સંબધિત વધુ જાણકારી તમે SBI બેન્ક પરથી જાણી શકો છો. 

SBI સ્ત્રી શક્તિ યોજના માટે અરજી કેવી રીતે કરશો

તમે SBI Stree Shakti Yojana 2024 નો લાભ લેવા માંગો છો તો તમારે નીચે મુજબના સ્ટેપનું અનુકરણ કરવું પડશે.

  • સૌપ્રથમ તમારી નજીકની SBI બેન્કની શાખામાં જાવ
  • બેન્ક અધિકારી પાસેથી સ્ત્રી શક્તિ યોજનાની જાણકારી પ્રાપ્ત કરો
  • બેન્ક અધિકારીને તમારા વ્યક્તિગત અને વ્યાવસાયિક દસ્તાવેજોની ફાઇલ દેખાડો
  • બેન્ક અધિકારી તમારા દસ્તાવેજ અને પ્રોફાઇલ તપાસી તમને કેટલી લોન મળશે તેની જાણકારી આપી દેશે. ‘
  • તેના પછી SBI Stree Shakti Yojana નું ફોર્મ મેળવો.
  • ફોર્મ મેળવી તેમાં માંગેલી માહિતી વ્યવસ્થિત ભરી, ફોટો કોપી લગાવી જરૂરી પુરાવાની ઝેરોક્ષ જોડીને જમા કરાવો.
  • ત્યાર બાદ બેન્કની નિર્ધારિત પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંદાજિત 48 કલાકમાં તમારા બેન્ક ખાતામાં લોનની રકમ જમા થઈ જશે.

કોલેજ કરતાં તમામ વિધાર્થીઓને સરકાર આપશે ફ્રી લેપટોપ, આવી રીતે કરો આવેદન

ઘરનું ઘર બનાવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 1,20,000/- ની રોકડ રકમની સહાય

Leave a Comment