Join Our WhatsApp Group Join Now

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે આવેદન કરો | PM Awas Yojana Gujarat 2024

PM Awas Yojana Gujarat 2024 : પ્રધાન મંત્રી આવાસ યોજના અંતર્ગત દેશના આર્થિક રીત નબળા તમામ પરિવારોને ઘરનું ઘર બનાવવા માટે સરકાર તરફથી આવાસની સુવિધા આપવામાં આવે છે. PM Awas Yojana Gramin અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં લાભાર્થીને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ યોજનાની યાદીમાં સમાવેશ થયેલ તમામ લાભાર્થીને પોતાનું ઘર બનાવવા માટે સહાયતા આપવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ અને ઘર વિહોળા નાગરિકોને આવાસ આપવાનું કામ સતત શરૂ રાખવામા આવે છે. PM Awas Yojana ની વધુ જાણકારી તમને નીચે આપવામાં આવી છે.

PM Awas Yojana Gujarat 2024

પ્રધાનમંત્રી આવાસ યોજનાના માધ્યમથી કેન્દ્ર સરકાર દ્વારા ગરીબીરેખાની નીચે જીવતા દેશના તમામ નાગરિકોને સસ્તા અને આધુનિક આવાસ આપવામાં આવે છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાને ઇન્દિરા આવાસ યોજના તરીકે ઓળખવામાં આવતી હતી, જે વર્ષ 1985 માં શરૂ કરવામાં આવી હતી. પરંતુ વર્ષ 2015માં આ યોજનાનું નામ બદલી પ્રધાનમંત્રી આવાસ યોજના કરવામાં આવ્યું. આ યોજનાનું ઉદ્દેશ્ય છે કે દેશના તમામ નાગરિકો પાસે પોતાનું ઘરનું ઘર હોવું જોઈએ. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ એ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો જ એક ભાગ છે. જેની શરૂઆત કેન્દ્ર સકારે 20 નવેમ્બર, 2016ના રોજ કરી હતી.

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત 1.22 કરોડ નવા ઘર બનાવવા માટેની મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાના માધ્યમથી ફક્ત ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોને આવાસનો લાભ આપવામાં આવે છે. જેમાં મેદાની અને સમતલ ક્ષેત્રમાં ઘર બનાવવા માટે 1,20,000/- અને પહાડી ક્ષેત્રમાં ઘર બનાવવા માટે 1,30,000/- સુધીની સરકાર દ્વારા રકમ આપવામાં આવે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના માટે યોગ્યતા

1). આ યોજના માટે આવેદન કરનાર ભારતનો નાગરિક હોવો જોઈએ
2). આવેદન કરનારની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ
3). યોજના માટે આવેદન કરનાર લાભાર્થીના પરિવારના સદસ્યો માંથી કોઈ સરકારી નોકરી કરતું ન હોવું જોઈએ.
4). પરિવારના કોઈ સદસ્યને પેન્શન ન મળતું હોવું જોઈએ અને કોઈ સદસ્ય ઇન્કમ ટેક્સ ભરતો ન હોવો જોઈએ.
5). આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે BPL કાર્ડ જોવું જરૂરી છે.
6). તમે જે ગામ માટે આવેદન કરો છો તે ગામનું તમારી પાસે ચૂંટણી કાર્ડ હોવું જરૂરી છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ફોર્મ કેવી રીતે ભરશો ? | PM Awas Yojana 2024 Apply online

PM Awas Yojana Gujarat 2024

  • સૌપ્રથમ પ્રધાનમંત્રી આવાસ યોજનાની ઓફિશ્યલ વેબસાઇટ પર જવા માટે ગૂગલમાં સર્ચ કરો https://pmayg.nic.in/
  • ત્યાર બાદ વેબસાઇટના હોમ (Home) પેજમાં જાવ અને હોમ પેજમાં આપેલ Awaas soft/data entery ના વિકલ્પ પર ક્લિક કરો.
  • તેના પર ક્લિક કર્યા પછી તમારી સામે ચાર વિકલ્પ આવશે જેમાં છેલ્લો વિકલ્પ DATA ENTRY For AWAAS+ ની નીચે આપેલ Login ના બટન પર ક્લિક કરો.
  • તેના પર ક્લિક કરશો એટેલે તમારું રાજય પસંદ કરવાનું કહેશે. (રાજય પસંદ કરી Continue પર ક્લિક કરો)
  • ત્યાર બાદ તમારું username, Password અને cptcha ભરી લૉગિન પર ક્લિક કરો.
  • ત્યાર પછી તમારી સામે Benificiary Registration from ખુલશે, તેમાં માગેલી તમામ માહિતી ભરી દો.
  • ત્યાર પછી બેન્કની માહિતી માગશે તેને પણ ભરી દો
  • ત્યાર બાદ Benificiary convergence Details માહિતી ભરવાની છે.
  • છેલ્લે બ્લોક દ્વારા થોડી માહિતી ભરવામાં આવશે.
  • તેના પછી સબમિટ પર ક્લિક કરો.

Pradhan Mantri Awas Yojana List

પ્રધાનમંત્રી આવાસ યોજનાના બે ભાગ છે, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબરેખા નીચે જીવતા પરિવારને ઘર બનાવવા માટે રોકડ રકમની સહાય આપવામાં આવે છે. આ યોજના માટે સરકાર દ્વારા એક યાદી (List) બહાર પાડવામાં આવે છે. જેમાં આવેદન કરનાર લાભાર્થીઓમાંથી જેના-જેના ફોર્મ માન્ય થયા છે તેની યાદી હોય છે. આ લિસ્ટમાં શામેલ લાભાર્થીને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે. આ યોજનાની વધુ માહિતી માટે તમે તમારા ગામના તલાટી કમ મંત્રી અથવા ગ્રામ સેવકનો સંપર્ક કરી શકો છો.

PM Awas Yojana official website : click here 

pm awas yojana 2024 apply online, pradhan mantri awas yojana list, pradhan mantri awas yojana gramin, awas yojana gujarat, pradhan mantri awas yojana gujarat online form,

Leave a Comment