સારા સુવિચાર ગુજરાતી : જે રીતે શ્રમથી શરીર શક્તિશાળી થાય છે, એ જ રીતે મુશ્કેલીઓથી મસ્તિષ્ક મજબૂત થાય છે.-જેવા સુવિચારો ગુજરાતીમાં વાંચો
સારા સુવિચાર ગુજરાતી : એક સારો વિચાર જીવન બદલી શકે છે. એવા જ જીવનમાં ઉપયોગી સુવિચારોનો સંગ્રહ અહીં કરવામાં આવ્યો છે. જે તમામના જીવનમાં ઉપયોગી છે. આ સારા વિચારો તમારા રોજિંદા જીવનમાં ચોક્કસ સકારાત્મક પરીવર્તન લાવશે તેની અમને ખાતરી છે. નિયમિત સવારમાં સારા વિચાર એટલે કે સુવિચાર વાંચવા માટે જોડાયેલા રહેજો kakasaheb.com સાથે.
સારા સુવિચાર ગુજરાતી
જે અવાર-નવાર મૌન પાળે છે, તેના જીવનમાં ક્લેશને સ્થાન નથી. -ધમ્મપદ
સ્વપ્ન એ ફક્ત સ્વપ્ન જ છે, પણ ધ્યેય એ સમય અને સુયોજન સાથેનું સ્વપ્ન છે. – હાર્વે મેકે
મને તમે ઉગારો એવી મારી પ્રાર્થના નથી, પણ હું તરી શકું એટલું બળ મને આપજો. –રવીન્દ્રનાથ ટાગોર
સાચો મિત્ર એ છે જે પડખે રહે છે, જ્યારે બાકીની દુનિયા વિરોધ કરતી હોય ! -વોલ્ટર વિંચેલ
બગાસું એ કંટાળાનું જાહેરનામું છે. – સુરેશ દલાલ
અંધારું પ્રકાશની ગેરહાજરી છે, અહંકાર જાગૃતિની ગેરહાજરી છે. – ઓશો રજનીશ
જ્યાંથી ડર દૂર થાય છે,ત્યાંથી જીવન શરૂ થાય છે. -ઓશો રજનીશ
પચાસની ઉંમર પછી દરેજ માણસનો ચહેરો એની લાયકાત જેવો થઈ જતો હોય છે. – જ્યોર્જ ઓરવેલ
મનની પ્રમાણિક્તાથી વધારે પવિત્ર બીજું કશું જ નથી – ઇમર્સન
સરસ દોસ્ત પછીની શ્રેષ્ઠ વસ્તુ છે સરસ દુશ્મન. – જર્મન કહેવત
દિલ અને દિમાગ વચ્ચે દ્વંદ્વ હોય તો દિલને અનુસરજો –સ્વામી વિવેકાનંદ
ધર્મના માર્ગે આસ્થાની આંગળી પકડીને ભલે ચાલજો, પણ આંડબના ખભા પર બેસીને ન ચલશો. આંડબર કરનાર અને કરાવનાર બંને પાપી છે, આટલું અધ્યાત્મિક સત્ય આપણને સમજાઈ જાય તો નો-પ્રોબ્લેમ ! – રોહિત શાહ
અંધશ્રદ્ધા કરતાં ભયમાં વિશ્વાસ રાખવો વધારે સારું છે -શોપન હોવર
સારી સલાહ લેવાની નહીં, પણ બીજાને આપી દેવાની વસ્તુ છે ! –ઓસ્કાર વાઇલ્ડ
દરેક માણસને વસ્તુની કિંમતની ખબર હોય છે, પણ વસ્તુના મૂલ્યની ખબર બધાને હોતી નથી ? –ઓસ્કાર વાઇલ્ડ
દરેક બાળક એક કલાકાર છે. પ્રોબ્લેમ એ છે કે મોટા થઈ ગયા પછી પણ એ કલાકાર કેવી રીતે રહી શકાય? : પિકાસો
જ્યાં સુધી છેલ્લી ગોળી શુટ કરી નથી, ત્યાં સુધી હાર-જીતનો ફેંસલો આવ્યો નથી અને યુદ્ધ ચાલુ છે. – ચર્ચિલ
જે રાજા એમ કહે કે શત્રુએ એને ઠગી લીધો, એ રાજાને તરત દૂર કરી દેવો જોઈએ. –ચાણક્ય
શબ્દ પરથી માણસની કિંમત ક્યારે પણ ન કરી શકાય, લીંબડો કડવો અને ખાંડ મીઠી હોય છે પણ બંનેમાંથી શ્રેષ્ઠ કોણ એ તો લાંબા સમયે જ અનુભવ થાય છે. – અજ્ઞાત
આનંદ… વેચાતો કે વસિયતમાં નથી મળતો સાહેબ, એને ખુદ વાવીને, પળેપળે લણવાનો હોય….. –અજ્ઞાત
ઊંઘ આવે તો સૂઈ જાઓ, પરંતુ જાગીને એક પણ ક્ષણ નકામી વેડફશો નહીં… –અજ્ઞાત
માયા એટલે શું ? પોતાનું કર્તવ્ય નિભાવવામાં જે જે બાબતો અંતરાયરૂપ બને તે દરેક બાબત માયા કહેવાય. સંપત્તિ પણ જ્યાં સુધી અંતરાય ન બને ત્યાં સુધી એને માયા ન કહેવાય -રોહિત શાહ
એક વાત જે હું દિવાની જેમ સાફ જાઉં છું, કે દુ:ખનું કારણ અજ્ઞાન છે બીજું કશું નથી. – સ્વામી વિવેકાનંદ
વાણીથી માણસનાં ચારિત્ર્ય, સંસ્કાર અને ઘડતર જાણી શકાય છે….. – અજ્ઞાત
જો રસ્તો સુંદર હોય તો લક્ષ્યની ચિંતા કરવી નહીં અને જો લક્ષ્ય સુંદર હોય તો રસ્તાની ચિંતા કરવી નહીં… – અજ્ઞાત
જીવન એવી નદી છે કે તેના વહેણને સતત વહેવા દેવું હોય તો નાનામોટા વળાંકો લેવા જ પડે. ઈચ્છાપૂર્વકનો લીધેલો વળાંક કોઈને કોઈ પ્રકારનાં સુખ માટે જ હોય છે. – સ્વામી સચ્ચિદાનંદ
સુગંધ એ ફૂલનું ચારિત્ર્ય છે, અને ચારિત્ર્ય જીવનની સુગંધ છે. –રોહિત શાહ
જે રીતે શ્રમથી શરીર શક્તિશાળી થાય છે, એ જ રીતે મુશ્કેલીઓથી મસ્તિષ્ક મજબૂત થાય છે. – અજ્ઞાત
નિયમિત અમારા લેખો તમારા WhatsApp માં મેળવવા માટે ઉપર આપલે બટન પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવ