Gujarat Yojana

PAN Card Update : 31 મે સુધીમાં પાન કાર્ડ અપડેટ કરાવું ફરજીયાત, નહિતર ભરવો પડશે દંડ

PAN Card Update : 31 મે 2024 સુધીમાં તમારું પાન કાર્ડ અપડેટ કરાવું જરૂરી ફરજીયાત છે. જો તમે પાન કાર્ડ અપડેટ નથી કરાવ્યુ તો દંડ થઈ શકે છે.

વાત જાણે એમ છે કે પાનકાર્ડ ને આધાર કાર્ડ સાથે લિન્ક કરવા માટે સરકારે નવી અપડેટ જાહેર કરી છે. Income Tax વિભાગ દ્વારા પ્રસિદ્ધ થયેલ નોટિફિકેશન મુજબ તમામ લોકોએ 31 મે પહેલા તેનું પાનકાર્ડ ધાર કાર્ડ સાથે લિન્ક કરાવું પડશે. જેને પાનકાર્ડ-આધાર કાર્ડ લિન્ક નથી કરાવ્યુ તેને અમુક કાર્યો માટે દંડ પણ ચૂકવો પડી શકે છે. તમને જણાવી દઈએ કે અત્યારે પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરવા માટે Rs.1000 ફ્રી સ્વરૂપે ભરવામાં રહેશે.

જો ટેક્સપિયર 31 મે પહેલા તેનું પાનકાર્ડ અપડેટ નથી કરાવતા તો તેને ટીડીએસ કપાતી વખતે દંડ દેવો પડશે. એટલા માટે 31 મે પહેલા પાનકાર્ડને અપડેટ કરાવી લેવું. જોકે પાનકાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ હતી પણ તેમાં વધારો કરી 31 મે કરવામાં આવી છે.

પાન કાર્ડ અપડેટ કરવાની પ્રોસેસ

  • પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરવા માટે સૌપ્રથમ Income tax ની ઓફિશ્યલ વેબસાઇટ Incomtax.gov.in પર જાવ.
  • જેના હોમ પેજ પર Quick Links ના વિભાગમાં Link Aadhar નો ઓપ્શન આપેલો હશે. તેના પર ક્લિક કરો.
  • ત્યારે બાદ તમારો પાનકાર્ડ નંબર અને આધાર કાર્ડ નંબર નાખવાનો વિકલ્પ આવશે તેમાં તે દાખલ કરો અને વેલીટેડની ટેબ પર ક્લિક કરો.
  • ત્યારે બાદ એક પોપ-અપ ખુલશે જેમાં ફ્રી ભરવાનું તમને કહેવામા આવશે, ફ્રી ભરવાના માટે નીચે આપેલ Continue to pay Through E-Pay Tax પર ક્લિક કરો.
  • તેના પર ક્લિક કર્યા બાદ પાન બે વાર પાન નંબર નાખવાનું કહેશે અને નીચે મોબાઈલ નંબર નાખવાનો રહેશે. અને Continue પર ક્લિક કરો.
  • તમે જે મોબાઈલ નંબર નાખ્યો છે તેના પર એક OTP આવશે તે ભરી દઈને ફરી Continue પર ક્લિક કરો.
  • ત્યારે બાદ તમારી સામે ચાર ઓપ્શન આવશે જેમાં Income Tax લખેલો પ્રથમ ઓપ્શન પર ક્લિક કરો.
  • ત્યાર બાદ તમારે Assessment Year પસંદ કરવાનું આવશે જેમાં લેટેસ્ટ નાણાકીય વર્ષ પસંદ કરો. ત્યાર બાદ Type of payment માં છેલ્લો વિકલ્પ Othre Receipts (500) લખેલો પસંદ કરો. ત્યારે બાદ નીચે Sub-type of Payment માં પ્રથમ વિકલ્પ fee for delay in linking pan with adhar પસંદ કરો અને Continue પર ક્લિક કરો. (ત્યારે બાદ લેટ ફ્રી સાથે 1000 રૂપિયા ભરવાનું આવશે અને Continue ક્લિક કરો)
  • ત્યાર બાદ ઘણા બધા પેમેન્ટના પ્રકારો આવશે તેમાં તમારી અનુસાર જે તે પ્રકાર પસંદ કરો. અને પેમેન્ટ કરો અને તેની રસીદ ડાઉનલોડ કરો.
  • પેમેંટ થયા બાદ ફરી home page પર આવી ને Link adhar પર ક્લિક કરો અને તેમાં પાન કાર્ડ અને આધાર કાર્ડ નંબર નાખી વેલિડેટ પર ક્લિક કરો અને Continue પર ક્લિક કરો.
  • ત્યાર બાદ તમારું નામ અને મોબાઈલ નંબર નાખવાનું આવશે તે ભરો અને Link Aadhar પર ક્લિક કરો ત્યાર બાદ તમારા મોબાઈલમાં એક OTP જશે જે OTP ભરી વેલિડેટ પર ક્લિક કરો.
  • આ પ્રોસેસ પૂરી કર્યા બાદ તમને થોડા કલાકોમાં msg દ્વારા જાણ કરી દેવામાં આવશે કે તમારું પાનલાર્ડ આધાર સાથે લિન્ક થઈ ગયું છે.

પાનકાર્ડ આધાર સાથે લિન્ક કરતાં પહેલા આ તપાસી લ્યો

પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરતાં પહેલા તમારે એ તપાસી લેવું કે તમારું પાનકાર્ડ આધાર કાર્ડ સાથે પહેલાથી જ અપડેટ છે કે નહીં. જેના માટે નીચેના પ્રોસેસ ને અનુસરો.

  • સૌપ્રથમ Income tax ની ઓફિશ્યલ વેબસાઇટ Incomtax.gov.in પર જાવ.
  • ત્યાર બાદ Link adhaar status ના ઓપ્શન પર ક્લિક કરો.
  • ત્યાર બાદ તમારો પાનકાર્ડ અને આધાર કાર્ડ નંબર નાખી વેલિડેટ પર ક્લિક કરો.
  • આ પ્રોસેસ કર્યા બાદ તમને લેખિત સ્વરૂપે કહેવામા આવશે કે તમારૂ પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિન્ક છે કે નહિ

નિયમિત અમારા લેખો તમારા WhatsApp માં મેળવવા માટે નીચે આપલે બટન પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવ

Income Tax ની ઓફિશયલ વેબસાઇટ : click here 

Related posts:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *