Technology

જાણો તમારા આધારકાર્ડ પર કેટલા સિમકાર્ડ લીધેલા છે?

આજની ડિઝિટલ દુનિયામાં કોઈપણ વ્યક્તિ પાસે સ્માર્ટફોન હોય એ સામાન્ય બાબત છે. આજના સમયમાં બાળકથી લઈ વૃદ્ધ સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોય છે. આ સ્માર્ટફોન ઇન્ટરનેટ વગર સ્માર્ટ રહેતો નથી અને ઇન્ટરનેટ માટે મોબાઈલમાં કોઈપણ કંપનીનું સિમકાર્ડ હોવું અનિવાર્ય છે. વર્તમાનમાં લગભગ તમામ મોબાઈલમાં ડબલ સીમકાર્ડનો વિકલ્પ આપવામાં આવે છે એટલે કે એક ફોનમાં બે સિમકાર્ડનો ઉપયોગ તમે કરી શકો છો. સિમકાર્ડને મોબાઈલનો આત્મા કહીએ તો પણ કઈ ખોટું નથી. મોબાઈલના આ આત્માને એટેલે કે સિમકાર્ડને ખરીદવા માટે આધાર કાર્ડ આવશ્યક છે. આધાર કાર્ડ વગર તમે કોઈપણ કંપનીનું સીમકાર્ડ ખરીદી શકતા નથી. આજે આપણે આ લેખમાં તમારા આધાર કાર્ડ પર કેટલા સિમકાર્ડ એક્ટિવ છે તેની માહિતી મેળવવાના છીએ એટલા માટે આ લેખ સંપૂર્ણ વાંચવો.

જાણો તમારા આધારકાર્ડ પર કેટલા સિમકાર્ડ લીધેલા છે?

ઘણીવાર એવું પણ જોવા મળ્યું છે કે યુઝર્સના આધાર કાર્ડ પર કોઈ અન્ય વ્યક્તિ સિમકાર્ડ લઈને ઉપયોગ કરતો હોય છે. આવા ફ્રોડને પકડવા માટે ભારત સરકારના ડિપાર્ટમેંટ ઓફ ટેલિકોમ્યુનીકેશને SancharSaathi નામનું પોર્ટલ બનાવ્યું છે. જેથી યુઝર પોતે જ પોતાના આધાર કાર્ડ પર એક્ટિવ મોબાઈલ નંબરની યાદી જોઈ શકે. આ પોર્ટલ પરથી તમે બિનઉપયોગી નંબરને બ્લોક પણ કરી શકો છો.

એક આધાર કાર્ડ પર વધુમાં વધુ કેટલા સિમકાર્ડ ખરીદી શકાય

એક આધાર કાર્ડ પર તમે એક થી વધુ સિમકાર્ડ ખરીદી શકો છો. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશનની ગાઈડલાઇન્સ મુજબ એક આધાર કાર્ડ પર વધુમાં વધુ નવ (9) સિમકાર્ડ ખરીદી શકાય છે.

આધાર કાર્ડ પર કેટલા સિમકાર્ડ એક્ટિવ છે તે જાણવાની પ્રક્રિયા

  • સૌપ્રથમ ગૂગલ પર sancharsaathi.gov.in સર્ચ કરી ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન ઓફિશ્યલ વેબસાઇટ પર જાવ.
  • ત્યારબાદ Citizen Centric Services ના વિભાગમાં છ (6) વિકલ્પ આપ્યા હશે તેમાં ત્રીજો વિકલ્પ Konw Your mobile connections નો હશે તેના પર ક્લિક કરો.
  • તેના પર ક્લિક કરશો એટલે એક નવું પેજ ઓપન થશે તેમાં તમારો મોબાઈલ નંબર, કેપ્ચા નાખવાનું કહેશે, તે નાખ્યા પછી તમારા મોબાઈલમાં એક OTP આવશે તે OTP આપેલ બોક્સમાં નાખો.
  • આટલું કર્યા પછી તમે Login બટન પર ક્લિક કરશો એટલે તમારા નામ પર એક્ટિવ તમામ સીમકાર્ડના નંબરનું લિસ્ટ સામે આવશે.

એક સિમ કાર્ડમાં બે વખત રિચાર્જ થઈ ગયું છે? તો હવે ચિંતા કરવાની જરૂર નથી આ રીતે મળશે પૈસા પાછા

નિયમિત અમારા લેખો તમારા WhatsApp માં મેળવવા માટે ઉપર આપેલ બટન પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *