Vridha Pension Yojana 2024 : વૃદ્ધ પેન્શન યોજના, દર મહિને મળશે રૂ.1250 ની સહાય, હમણાં જ આવેદન કરો.
Vridha Pension Yojana 2024 : સરકાર દ્વારા વિવિધ જન કલ્યાણલક્ષી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં પછાત અને ગરીબ પરિવાર, મહિલાઓ, બાળકો, વિધાર્થીઓ અને વૃદ્ધ વ્યક્તિઓ માટે વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવે છે. આ યોજના દ્વારા તમામ વર્ગને આર્થિક અને શૈક્ષણિક સહાય પૂરી પાડવામાં આવતી હોય છે.
આજે આપણે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના/ નિરાધાર પેન્શન યોજના વિશે ચર્ચા કરીશું. આ યોજના અંતર્ગત વૃદ્ધ વ્યક્તિઓને સરકાર દ્વારા દર મહિને રૂ. 1250 ની આર્થિક સહાય આપવામાં આવે છે, આ સહાય ઘડપણમાં સંજીવની સમાન છે. આ યોજનાનો લાભ કોઈપણ કેટગરીમાં આવતા વૃદ્ધ વ્યક્તિઓને મળશે. આ લેખમાં તમને આ યોજનાનો લાભ લેવા માટેની યોગ્યતા, જરૂરી દસ્તાવેજ અને પ્રક્રિયા વિશે જાણકારી મેળવીશું. એટલા માટે છેલ્લે સુધી લેખ ને વાંચો.
Vridha Pension Yojana 2024
યોજનાનું નામ : | ઇન્દિરા ગાંધી વૃદ્ધ પેન્શન યોજના |
લાભાર્થી : | દેશના વૃદ્ધ નાગરિકો (60 થી 79 વર્ષની ઉંમર) |
સહાય : | રૂ. 1000 થી રૂ. 1250 (દર મહીને) |
અમલીકરણ : | મામલતદાર કચેરી |
ઇન્દિરા ગાંધી વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત મળતી આર્થિક સહાય
આ યોજના અંતર્ગત દેશના વૃદ્ધ નાગરિકોને દર મહિને આર્થિક સહાય આપવામાં આવે છે. જેમાં 60 થી 79 વર્ષ સુધીની ઉંમરની વ્યક્તિને રૂ. 1000 સહાય અને 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિને રૂ. 1250ની આર્થિક સહાય દર મહિને સરકાર દ્વારા આપવામાં આવે છે. આ રકમ લાભાર્થીના પોસ્ટ એકાઉન્ટ અથવા બેન્ક એકાઉન્ટમાં સીધી જમા કરવામાં આવે છે.
આ પેન્શન યોજનાની લાભ લેવા માટેની પાત્રતા
- લાભાર્થી ભારત દેશનો નાગરિક હોવો જોઈએ.
- લાભાર્થી ઓછામાં ઓછી 60 વર્ષની ઉંમર ધરાવતો હોવો જોઈએ.
- લાભાર્થી પાસે 0-16 આંક દર્શાવતુ ગરીબી રેખાનું ઓળખપત્ર હોવું જોઈએ.
ઇન્દિરા ગાંધી વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ લેવા માટે આ ડૉક્યુમેન્ટ હોવા જરૂરી છે.
- ઉંમરનું કોઈપણ એક પ્રમાણપત્ર (જન્મ તારીખનો દાખલો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ડોક્ટર દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર)
- BPL યાદીમાં નામ હોય તો તેનું પ્રમાણપત્ર
- આધાર કાર્ડ (ઝેરોક્ષ)
- બેન્ક અથવા પોસ્ટ ઓફિસ ની પાસબુક (ઝેરોક્ષ)
યોજનાનો લાભ લેવા માટે આવી રીતે આવેદન કરો
આ યોજના માટે આવેદન કરવા માટે તમે જિલ્લા કલેકટર કચેરી/મામલતદાર કચેરી પરથી વિનામૂલ્યે ફોર્મ મેળવી શકો છો. જો તમારે ઓનલાઇન ફોર્મ ભરવું છે તો તમે ગ્રામ્ય કક્ષાએથી (V.C.E) ગ્રામ પંચાયતથી ઓનલાઇન ફોર્મ ભરી શકો છો.
ઓફિશ્યલ વેબસાઇટ પર વાંચવા માટે અહીં ક્લિક કરો : click here
નિયમિત અમારા લેખો તમારા WhatsApp માં મેળવવા માટે ઉપર આપેલ બટન પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવ