SmartPhone Sahay Yojana 2024 : ખેડૂતોને મોબાઈલ ખરીદવા સરકાર કરશે આર્થિક સહાય
SmartPhone Sahay Yojana 2024 : ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી ખેડૂત કલ્યાણલક્ષી યોજના બહાર પાડવા આવે છે. તેવી જ એક યોજના SmartPhone Sahay Yojana ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે આર્થિક સહાય કરવામાં આવશે.
આજના ડિઝિટલ યુગમાં ખેડૂતો પણ પાછળ ન રહી જાય તે માટે સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે. સ્માર્ટફોન દ્વારા ખેડૂત ખેતીની નવી નવી ટેકનૉલોજી થી માહિતગાર થશે અને આધુનિક ખેતી કરતો થશે. સ્માર્ટફોનના માધ્યમથી ખેડૂત હવામાનની જાણકારી, કયો પાક કરવો અને જે તે પાક માટે યોગ્ય બિયારણ અને ખાતરની જાણકારી, પાકને રોગો થી બચાવા માટે કઈ દવાનો કેટલો છટકાવ કરવો વગેરે જાણકારી મેળવી તેના ઉત્પાદનમાં વધારો કરી શકે છે. આજે આપણે આ આર્ટીકલમાં સ્માર્ટફોન યોજનાનો લાભ લેવા માટેની સંપૂર્ણ પ્રક્રિયા વિશે જાણીશું, એટલા માટે અંત સુધી આ લેખ વાંચો.
SmartPhone Sahay Yojana 2024
ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે સરકાર દ્વારા રૂ. 6000/- ની આર્થિક સહાય કરવામાં આવે છે. ખેડૂતોને રૂ.15000 સુધીના સ્માર્ટફોનની ખરીદીના 40% રકમ એટલે કે રૂ.6000/- ની સહાય કરવામાં આવશે. જે ખેડૂતના સીધા બેન્ક એકાઉન્ટમાં જ જમા કરવામાં આવે છે. આ નાણાકીય સહાય મેળવવા માટેની અરજી પ્રક્રિયા અને જરૂરી પ્રમાણપત્રોની જાણકારી તમને નીચે આપી દીધેલી છે.
કોઈપણ ગેરેંટી વગર મહિલાઓને મળશે 25 લાખ સુધીની લોન
સ્માર્ટફોય યોજનાનો લાભ લેવા માટેની યોગ્યતા
- આ યોજનાનો લાભ લેવા ઇચ્છુક ખેડૂત ગુજરાત રાજ્યનો રહેવાસી હોવી જોઈએ.
- લાભાર્થી ખેડૂત પાસે પોતાની જમીન હોવી જોઈએ.
- ખેડૂતે અગાવ સ્માર્ટફોન યોજનાનો લાભ લીધો ન હોવો જોઈએ.
- લાભાર્થી ખેડૂત એક કરતાં વધુ ખાતા ધરતો હશે તો પણ એક વાર જ સહાય મળશે.
- સંયુક્ત માલિકીની જમીનના કિસ્સામાં ikhedut 8-A માં દર્શાવેલ ખાતેદારો પૈકી કોઈ એક ને જ સહાય મળશે.
- આ યોજના સ્માર્ટફોન અથવા સંબધિત એસેસરીઝ ખરીદવા માટે જ છે.
વિધાર્થીઓએ સ્કૂલ યુનિફોર્મ ખરીદવા માટે Rs.900 રૂપિયાની સહાય
આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોકયુમેંટ
- લાભાર્થીનું આધાર કાર્ડ
- રદ કરેલ ચેક
- બેન્ક પાસ બુક
- મોબાઈલ ફોનની ખરીદી કરી હોય તેનું બિલ (બિલ GST નંબર વાળું હોવું જોઈએ)
- મોબાઈલનો IMEI નંબર
- 8-અ ની નકલ
- ખેડૂતની જમીનના ડોક્યુમેંટ
અરજી કેવી રીતે કરવી ?
SmartPhone Sahay Yojana નો લાભ લેવા માટે ખેડૂતોએ Ikhedut પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની હોય ક્જે. જો તમે જાતે અરજી કરી શકવા સક્ષમ નથી તો તમે તમારા ગ્રામ સેવક અથવા નજીકના કૃષિ સેવા કેન્દ્રનો સંપર્ક કરો. અને તેની પાસેથી તમે આ યોજના સંબધિત વધુ જાણકારી પણ મેળવી શકો છો.
નિયમિત અમારા લેખો તમારા WhatsApp માં મેળવવા માટે ઉપર આપેલ બટન પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવ