Omron Scholarship 2024 | ધોરણ 9 અને 12માં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ ને મળશે રૂ. 20000 ની શિષ્યવૃતિ
Omron Scholarship 2024 : Omran કંપની દ્વારા દર વર્ષે ધોરણ 09 અને 12માં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ ને રૂ. 20,000 ની શિષ્યવૃતિ આપવામાં આવે છે. જેમાં માટે કોઈપણ કેટેગરીની ધોરણ 9 અને 12માં અભ્યાસ કરતી દીકરીઓ આવેદન કરી શકે છે. શિષ્યવૃત્તિની રકમમાં ટ્યુશન ફી, હોસ્ટેલ ફી, મેસ ફી, મુસાફરી ખર્ચ, પુસ્તકો, સ્ટેશનરી, ઉપકરણો/ડેટા, તબીબી વીમો વગેરેનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે આ શિષ્યવૃતિ માટે સિંગલ-પેરેન્ટ બાળકો, અનાથ અથવા PwD વિદ્યાર્થીઓને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.
Omron Scholarship 2024
Omron Healthcare Scholarship 2024-25 માટે આવેદન કરવાનું શરૂ થઈ ગયું છે. આ સ્કૉલરશીપ યોજના અંતર્ગત ધોરણ 9 અને 12માં અભ્યાસ કરતી દીકરીઓને રૂ.20,000 ની શિષ્યવૃતિ આપવામાં આવે છે. આ યોજના માટે કેવી રીતે આવેદન કરવું, કયા કયા ડૉક્યુમેન્ટની જરૂર પડશે વગેરે જેવી માહિતી તમને અહીં આપવામાં આવી છે. એટલા માટે આ આર્ટીકલ સંપૂર્ણ વાંચવો.
સ્કૉલરશીપ મેળવવા માટેની લાયકાત
- બાળકી ધોરણ 9 કે ધોરણ 12માં અભ્યાસ કરતી હોવી જોઈએ.
- સ્કૉલરશીપ માટે આવેદન કરનાર વિધાર્થીનીને પાછળના વર્ષમાં ઓછામાં ઓછા 75% હોવા જરૂરી છે.
- OMRON Healthcare India Private Limited અને Buddy4Study ના કર્મચારીઓના બાળકો આ સ્કૉલરશીપ માટે પાત્ર નથી.
જરૂરી ડૉક્યુમેન્ટ
- પાછળના વર્ષની માર્કશીટ
- ઓળખ પત્ર (આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ)
- વર્તમાન સ્કૂલનું એડમિશન પ્રૂફ (સ્કૂલનું આઈકાર્ડ, એડમિશન લેટર, વગેરે)
- પરિવારની આવકનો દાખલો
- પાસપોર્ટ સાઇઝના ફોટા (વર્તમાનના)
- ટ્રાન્સજેન્ડર પ્રમાણપત્ર, અપંગતા પ્રમાણપત્ર, વગેરે (જો લાગુ હોય તો)
અરજી કરવાની રીત
- સૌપ્રથમ નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો અને Omron ની ઓફિશ્યલ વેબસાઇટની મુલાકાત લ્યો.
- ત્યાં આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- ત્યાર બાદ તમારા Gmail અથવા મોબાઈલ નંબરની રજીસ્ટ્રેશન કરો.
- ત્યાર બાદ તમને Omron Healthcare Scholarship 2024-25 પર રીડાઇરેક્ટ કરવામાં આવશે.
- ત્યાં આપેલ ‘Start Application’ પર ક્લિક કરો.
- ત્યાર બાદ તમારી માહિતી માંગવામાં આવશે, જેને ધ્યાનપૂર્વ ભરો.
- માહિતી ભર્યા બાદ તમારા ડૉક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેશે, જે કરી દેવા.
- ત્યારબાદ Terms and conditions ને Accept કરી Preiview ના બટન પર ક્લિક કરો.
- ત્યાર બાદ તમારી ભરેલી માહિતી તપાસીને સબમિટ પર ક્લિક કરો.
Omron Healthcare Scholarship 2024-25 માટે આવેદન પ્રક્રિયા ક્યાં સુધી ચાલે તેની કોઈ છેલ્લી તારીખ આપેલ નથી એટલા માટે જેમ બને તેમ વહેલા ઇચ્છુક વિધાર્થીની/વાલીઓ એ આવેદન કરી દેવું. આ સ્કૉલરશીપ માટે એક વિધાર્થીની એક જ વાર આવેદન કરી શકે છે, જેની નોંધ લેવી.
Omron Scholarship 2024 માટે આવેદન કરવા અહીં ક્લિક કરો : Click here
નિયમિત અમારા લેખો તમારા WhatsApp માં મેળવવા માટે નીચે આપલે બટન પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવ
Nothing is impossible