Chankya Niti : પુરુષોએ ગુપ્ત રાખવી જોઈએ આ વાતો, નહિતર થશે ખૂબ મોટું સામાજીક નુકશાન
Chanakya Niti : આચાર્ય ચાણક્યને મહાન અર્થશાસ્ત્રી, કૂટનીતિજ્ઞ અને રાજનીતિજ્ઞ કહેવામા આવે છે. તેણે પોતાના જીવનના અનુભવ અને જ્ઞાનના આધારે જે અનુકરણ કર્યું તે નીતિઓને સામાન્ય માણસોને કહી જેથી વ્યક્તિ સુખી, સંપન્ન અને પ્રતિષ્ઠતી જીવન જીવી શકે. ચાણક્યએ તમામ ક્ષેત્રમાં જ્ઞાન આપ્યું છે. ચાણક્યની નીતિઓને જીવનમાં અપનાવી તમે પણ ખૂબ પ્રગતિ કરી શકો છો. અને સમાજમાં માન-સન્માન મેળવી શકો છો. આપણે બધા એક સામાજિક પરિવેશમાં રહીએ છીએ. એટલા માટે દરેક વ્યક્તિ માટે એ જરૂરી છે કે ઘર પરિવારની સાથે સાથે સમાજમાં પણ તેનું માન-સન્માન બન્યું રહે.
પુરુષોને ગુપ્ત રાખવી જોઈએ આ વાતો :
1). ઘર પરિવાર કે પત્ની સાથે જોડાયેલી વાતો : પુરુષોએ ક્યારે પણ ઘર-પરિવારના વાદ-વિવાદ હોય કે ઘર સાથે જોડાયેલી કોઈપણ વાત હોય તે બહારની વ્યક્તિને કેવી ન જોઈએ. તેની સાથે-સાથે તમારી ધર્મપત્ની સાથે નારાજ થઈ તેનું ચરિત્ર, વ્યવહાર કે કોઈ આદત વિશે કોઈ બહારની વ્યક્તિને ના કહો. ધ્યાન રાખો કે આ બધુ કહેતી વખતે થોડો સમય કઈ ના થાય પણ ભવિષ્યમાં તમને નુકશાન થઈ શકે છે.
2). અપમાનને ગુપ્ત રાખો : જો તમે કોઈ કારણ થી અપમાનીત થયા છો તો મજાક-મજાક માં પણ તે વાત કોઈને કહેશો નહીં. સામાન્ય રીતે જોઈએ તો લોકો હસી મજાક ના સમયમાં તેના મિત્રો કે પરિવારને આવી વાત કહી દેતા હોય છે. પરંતુ તમે આ પ્રકારની વાતો જેટલી ગુપ્ત રાખો તેટલું તમારી માટે સારું છે. એટલા માટે તમે જ્યારે પણ અપમાનનો કડવો ઘૂટડો પીધો હોય તો તેને તમારા મનમાં જ રાખો બીજા ને કહેશો નહીં.
3). ધન સંબધિત વાત : પૈસા તમને સાર્થક અને સમર્થ બનાવે છે. આજના સમયમાં પૈસા તમામ વ્યક્તિની તાકાત છે. એટલા માટે તમારી આર્થિક સ્થિતિ તથા ધન સાથે જોડાયેલી સમસ્યા કોઈને કહેશો નહીં. કેમ કે આવું કરવાથી સમાજમાં તમારું સમ્માન ઓછું થાય છે અને બીજા લોકોને ખબર પડે કે તમારી પાસે પૈસાની અછત છે તો તમારા થી કિનારો કરી લેશે કેમ કે તેને એવું થશે કે તમે તેની પાસે પૈસાની માંગણી કરશો.
નિયમિત અમારા લેખો તમારા WhatsApp માં મેળવવા માટે નીચે આપલે બટન પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવ