GSRTC Online Bus Pass : એક્દમ સરળ છે ઓનલાઇન વિધાર્થી પાસ કઢાવો, વાંચો વિગતે
GSRTC નું પૂરુંનામ Gujarat State Road Transport Corporation છે, જે ગુજરાત સરકાર દ્વારા સંચાલિત બસોનું નેટવર્ક છે. જે અંતગર્ત ગુજરાતનાં તમામ શહેરો અને ગામડામાં સરકારી બસો દોડે છે. આ બસોમાં તમે પ્રાઈવેટ કરતાં ઓછા ભાડે મુસાફરી કરી શકો છો. GSRTC દ્વારા મુસાફરોને અન્ય પણ સુવિધાઓ આપવામાં આવે છે. જેમાં મુસાફરી પાસ અને વિધાર્થી પાસનો સમાવેશ થાય છે. મુસાફરી પાસમાં તમે 15 દિવસનું ભાડું ચૂકવી 30 દિવસ મુસફારી કરી શકો છો જે પાસ કોઇપણ નાગરિક કઢાવી શકે છે. વાત કરીએ વિધાર્થી પાસની તો આ પાસ સ્કૂલ, કોલેજમાં ભણતા એવા વિધાર્થી કે જે અપડાઉન કાર છે તેના માટે છે. જેમાં વિધાર્થી એકદમ ઓછી કિંમતે આ પાસ કઢાવી શકે છે.
સામાન્ય રીતે તો વિધાર્થી પાસ ઓફલાઇન જ કાઢવો પડતો હતો પણ હવે તે પાસ કાઢવા માટે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા ઓનલાઇન સુવિધા આપવા આવી છે. આજે આપણે આ લેખમાં GSRTC Online Bus Pass કેવી રીતે કઢાવી શકાય તેની જાણકારી આપીશું એટલા માટે આ લેખ સંપૂર્ણ વાંચો.
UPSC ની પરીક્ષા પાસ કરવા માટે જરૂરી છે આ 2 ટિપ્સ
GSRTC Online Bus Pass
ડિજિટલ યુગની શરૂઆત થઈ ચૂકી છે. જેમ જેમ ઇન્ટરનેટનો વ્યાપ વધતો જાય છે તેમ તેમ તમામ વસ્તુ ડિજિટલ થતી જાય છે. આ ડિઝિટલ યુગના પ્રવાહમાં GSRTC પણ તેની સુવિધા ઓનલાઇન કરી રહી છે. GSRTC દ્વારા વિધાર્થીઓને આપવામાં આવતી પાસ સુવિધાનો લાભ હવે તમે ઓનલાઇન લઈ શકો છો. આ પાસ સુવિધા સ્કૂલ, કોલેજ, આઇટીઆઇ, ડિપ્લોમામાં ભણતા એવા વિધાર્થીઓને આપવામાં આવે છે કે જે નિયમિત રૂપે અપડાઉન કરતાં હોય. આ પાસ સુવિધા ઓનલાઇન થવાથી વિધાર્થીઓને લાંબી લાઇનમાં ઊભા રહેવું પડશે નહીં.
How to Apply for GSRTC Online Bus Pass
- સૌપ્રથમ GSRTC ની ઓફિશ્યલ વેબસાઇટ pass.gsrtc.in પર જાવ.
- તેમાં તમને NEW PASS REQUEST નો વિકલ્પ આપેલો હશે તેના પર ક્લિક કરો.
- ત્યાં આપવામાં આવેલી જાણકારી તપાસો અને તેમાં માંગેલ પુરાવા તમારી સાથે રાખો.
- ત્યાર બાદ ફોર્મમાં આપેલી તમામ જાણકારી ધ્યાનપૂર્વક ભરો.
- બસ પાસ માટે પેમેન્ટ ના વિકલ્પ પર ક્લિક કરો.
- પેમેન્ટ થયા બાદ સબમિટ પર ક્લિક કરો.
બેન્ક ઓફ બરોડામાં ઘરે બેઠા ઓનલાઇન ઝીરો બેલેન્સમાં ખાતું ખોલાવો.
નિયમિત અમારા લેખો તમારા WhatsApp માં મેળવવા માટે ઉપર આપલે બટન પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવ