BOB zero Balance Account : બેન્ક ઓફ બરોડામાં ઘરે બેઠા ઓનલાઇન ઝીરો બેલેન્સમાં ખાતું ખોલાવો.
BOB zero Balance Account : જો તમે પણ બેન્ક ઓફ બરોડામાં ખાતું ખોલાવા માંગો છો તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હવે તમે ઘરે બેઠા ઓનલાઇન ખાતું ખોલાવી શકો છો. બેન્ક ઓફ બરોડા દ્વારા ઓનલાઇન ઝીરો બેલેન્સથી ખાતું ખોલવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. તમે હવે આધાર કાર્ડ અને પાનકાર્ડની મદદથી સરળતાથી તમારું બેન્ક ખાતું ખોલાવી શકો છો.
ઘરે બેઠા ઓનલિયન બેન્ક ખાતું ખોલાવા માટેની સંપૂર્ણ જાણકારી અમારા આ લેખમાં આપવામાં આવી છે. તમે આ લેખમાં આપેલ જાણકારીની મદદથી બેન્ક ઓફ બરોડામાં ઝીરો બેલેન્સ એકાઉન્ટ ઓનલાઇન ખોલાવી શકો છો. એટલા માટે અમારા આ લેખને છેલ્લે સુધી જરૂર વાંચો.
BOB ઝીરો બેલેન્સ એકાઉન્ટ
બેન્ક ઓફ બરોડા ઝીરો બેલેન્સ એકાઉન્ટ એક પ્રકારનું બચત ખાતું છે. જેમાં તમે કોઈપણ ન્યૂનતમ રકમની લિમિટ વગર તમે ઈચ્છો તેટલી રકમ જમા કરી શકો છો. આ બેન્ક ખાતામાં તમારે ઓછામાં ઓછું બેલેન્સ રાખવાની પણ જરૂર નથી. અન્ય બેન્કોમાં ઓછામાં ઓછી અમુક રકમ રાખવી જરૂરી હોય છે જો તમે આ રકમ ન રાખો તો બેન્ક તમારી પાસે ચાર્જ વસૂલે છે. પરંતુ ઝીરો બેલેન્સ ખાતામાં આ નિયમ લાગુ પડતો નથી. એટલા માટે આ ખાતામાં ઓછામાં ઓછું બેલેન્સ રાખવું જરૂરી નથી. તમે જમા રાશી ચુકવ્યા વગર ખાતું ખોલાવી શકો છો. BOB દ્વારા આપણ ને કેટલાય પ્રકારના ઝીરો બેલેન્સ ખાતું ખોલાવાની સુવિધા આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.
બેન્ક ઓફ બરોડા ઝીરો બેલેન્સ એકાઉન્ટના પ્રકારો
- BOB એડવાન્સ બચત ખાતું.
- B3 સિલ્વર ખાતું
- BOB ચેમ્પિયન ખાતું
- BOB સેલેરી ક્લાસિક
- સરકારી બચત ખાતું
- BOB લાઇટ બચત ખાતું
- BOB BRO બચત ખાતું
- બરોડા પેન્શન ધારક બચત ખાતું
બેન્ક ઓફ બરોડા ઝીરો બેલેન્સ ખાતું ખોલાવા માટે જરૂરી યોગ્યતા
BOB બચત ખાતું ખોલવા માટે અમુક જરૂરી યોગ્યતા હોવી આવશ્યક છે. જેની જાણકારી નીચે આપવામાં આવી છે.
- ખાતું ખોલાવનાર ભારતીય નાગરિક હોવો જોઈએ
- આવેદકની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
- આવેદકની પાસે સરકાર દ્વારા આપવામાં આવેલ કોઈપણ એક ઓળખપત્ર હોવું જોઈએ
- 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિ માટે તેના વાલી ખાતું ખોલાવી શકે છે.
ઝીરો બેલેન્સ ખાતું ખોલાવા માટે જરૂરી પ્રમાણપત્રો
બેન્ક ઓફ બરોડા ઝીરો બેલેન્સ ખાતું ખોલાવા માટે અમુક ડૉક્યુમેન્ટની જરૂર પડશે જેમાં આધાર કાર્ડ, પાનકાર્ડ, એડ્રેસ પ્રૂફ, પાસપોર્ટ સાઇઝ ફોટો, મોબાઈલ નંબર અને ઈમેઈલ આઇડી ની જરૂર પડશે જે તમારી પાસે હોવા આવશ્યક છે.
BOB Zero Balance Account Opening Online
- ઝીરો બેલેન્સ ખાતું ખોલવા માટે સૌપ્રથમ તમે બેન્ક ઓફ બરોડાની ઓફિશ્યલ વેબસાઇટ “https://www.bankofbaroda.in/” પર જાવ.
- home page પર તમને પ્રથમ વિકલ્પ “Account” લખેલો મળશે જેના પર ક્લિક કરો.
- ક્લિક કર્યા બાદ તમને “Sevings Account” પર ક્લિક કરો.
- ત્યાર બાદ તમારી સામે ઘણા બધા ખાતાના પ્રકાર આવશે તમે જે પ્રકારનું ખોલાવા માંગતા હો તેના પર ક્લિક કરો (જો તમે તમારી એક માટે ઝીરો બેલેન્સ ખાતું ખોલવા માંગતા હો તો પ્રથમ વિકલ્પ “bob BRO Saving Account” પસંદ કરજો)
- ત્યાર બાદ ખાતું ખોલાવાથી શું શું સુવિધા મળશે તેની માહિતી આવશે જે વાંચ્યા બાદ ઉપર આપેલ “Apply online” પર ક્લિક કરો.
- તેના પર ક્લિક કર્યા બાદ જરૂરી વિગત માંગશે જેને ભરી જરૂરી ડૉક્યુમેન્ટ અપલોડ કરી સબમિટ કરી દેવું.
ઉપર આપેલ પ્રક્રિયાથી તમે બેન્ક ઓફ બરોડામાં ઝીરો બેલેન્સ એકાઉન્ટ ઓનલાઈન ખોલી શકો છો. સંબધિત વધુ માહિતી તમે BOB ની ઓફિશ્યલ વેબસાઇટ પર આપેલ Contect us થી મેળવી શકો છો.
નિયમિત અમારા લેખો તમારા WhatsApp માં મેળવવા માટે નીચે આપલે બટન પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવ
Ashvin