RTE Gujarat Admission 2024: બીજા રાઉન્ડના ફોર્મ ભરવાના શરૂ
RTE જેઠળ પ્રવેશ માટેનો બીજો રાઉન્ડ શરૂ, પ્રથમ રાઉન્ડમાં વંચિત રહી ગયેલ બાળકો ફરી કરી શકશે સ્કૂલની પસંદગી.
રાજયની પ્રાઈવેટ સ્કૂલમાં RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવશે. પ્રાઈવેટ શાળાઓમાં RTE હેઠળની 45000 બેઠકો માંથી પ્રથમ રાઉન્ડમાં 36,607 બેઠક ભરવામાં આવી છે. જ્યારે 8393 બેઠક હજી ખાલી છે. આ ખાલી બેઠકોમાં પ્રવેશ મેળવવા માટે સરકાર દ્વારા બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવશે. જેમાં પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ન મેળવી શકનાર વિધાર્થીઓને શાળાઓની ફરી પસંદગી કરવામાંનો મોકો આપવામાં આવશે.
આરટીઇ પ્રવેશ માટેનો બીજો રાઉન્ડ
RTE (Right To Education) હેઠળ ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારોના બાળકોને અભ્યાસ માટે પ્રાઈવેટ સ્કૂલોમાં 25% બેઠકો પર દર વર્ષે ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવે છે. ગુજરાત રાજયની 9800+ પ્રાઈવેટ સ્કૂલની RTE હેઠળ કુલ 45000 બેઠકો આવે છે. વર્ષ 2024માં RTE હેઠળ પ્રવેશ માટે ગુજરાત રાજયમાં કુલ 235300 થી વધુ ફોર્મ ભરાયા હતા. જેમાંથી ફોર્મમાં કોઈ ભૂલ હોવાથી ચકાસણી દરમ્યાન 15319 ફોર્મ રદ્દ કરવામાં આવ્યા હતા.
રાજયની RTE હેઠળ આવતી 45 હજાર બેઠકોમાંથી પ્રથમ રાઉન્ડમાં 36,607 બેઠક પર વિધાર્થીઓને પ્રવેશ આપી દેવામાં આવ્યો છે. પ્રથમ રાઉન્ડના અંતે ખાલી રહેલ 8000 જગ્યા ભરવા માટે સરકાર દ્વારા બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ રાઉન્ડમાં પ્રવેશથી વંચિત વિધાર્થીઓ ફરી સ્કૂલની પસંદગી કરી શકશે. આ બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા 8 મે સુધી ચાલશે એટલા માટે તે પહેલા સ્કૂલ પસંદગીની પ્રક્રિયા પૂરી કરી લેવી.
- ઘર બનાવવા માટે Rs. 1,20,000 ની સહાય મેળવાવ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે આવેદન કરો
- વર્ષ 2024 ની શરૂ રેશન કાર્ડની યાદી જાહેર તપાસો તમારું નામ
RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા માટે જરૂરી પુરાવા
- બાળકનું જન્મ પ્રમાણ પત્ર
- પાસપોર્ટ સાઇઝના ફોટો
- રહેઠાણનો પુરાવો
- જાતિનો દાખલો
- આવકનો દાખલો
- વાલીના આધાર કાર્ડ
બીજા રાઉન્ડ માટે સ્કૂલ પસંદગી કરવા અહીં ક્લિક કરો : click here