ફોન ખોવાય જાય કે ચોરી થઈ જાય તેવી સ્થિતિમાં Paytm, PhonePe અને Google Pay એકાઉન્ટ કેવી રીતે સુરક્ષિત કરશો? જાણો વિગતે
How to block UPI ID : વર્તમાનમાં સમયમાં આપણે રોકડ કરતાં UPI થી નાણાકીય વ્યવહાર કરવાનું વધુ પસંદ કરીએ છીએ. તમામ જગ્યાએ તમને UPI પેમેન્ટનો વિકલ્પ મળી જતો હોય છે. કોઈ મોટી રેસ્ટોરન્ટ થી લઈને શાકભાજીની લારી સુધીમાં તમને UPI પેમેન્ટનો વિકલ્પ મળી જાય છે. આજે તમામના મોબાઈલમાં Paytm, PhonePe અને GooglePay જેવી એપ્લીકેશન તમને જોવા મળી જાય છે. આ એપ્લિકેશનએ ઓનલાઇન પેમેન્ટ સુવિધાને ખૂબ સરળ બનાવી છે.
પરંતુ આ UPI ના ઉપયોગથી ખતરો પણ છે. જેવો કે તમારો મોબાઈલ ખોવાય જાય કે ચોરી થઈ ગયો છે, તો આવી સ્થિતિમાં ખતરો ખૂબ વધી જાય છે. જેનાથી તમને તમારા અકાઉન્ટમાં પડેલા નાણાં ગુમાવી શકો છો. આજ અમે તમને જણાવીશું કે તમારો ચોરી થઈ જાય છે તો તેવી સ્થિતિમાં તમે તમારું UPI ID બ્લોક કેવી રીતે કરશો.
How to block UPI ID
નીચે Paytm, PhonePe અને Google Pay જેવી UPI એપ્લીકેશનનું UPI ID બ્લોક કેવી રીતે કરી શકાય તેની માહિતી આપવામાં આવી છે. જે તમને ખૂબ ઉપયોગી સાબિત થવાની છે.
Google Pay UPI ID કેવી રીતે બ્લોક કરશો
- આના માટે સૌપ્રથમ તમારે 18004190157 નંબર પર કોલ કરવો પડશે.
- હવે તમારે કસ્ટમર કેર વાળાને અકાઉન્ટ બ્લોક કરવાનું કહેવાનું રહેશે.
- ફંડ માય ફોન નો ઉપયોગ કરી Android વપરાશકર્તા ફોનનો ડેટા પણ ડિલીટ કરી શકે છે.
ઘરે બેઠા કમાઓ Google Pay દ્વારા રોજ 500 થી 1000 રૂપિયા, હવે વિધાર્થીઓ પોતાનો ખર્ચ જાતે ઉઠાવશે.
Paytem UPI ID કેવી રીતે બ્લોક કરશો.
- UPI ID બ્લોક કરવા માટે સૌથી પહેલા પેટીએમ હેલ્પલાઇન નંબર 01204456456 પર કોલ કરે
- હવે તમારે લોસ ફોન વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
- ત્યાર પછી કોઈ દૂર નંબર એન્ટર કરો. ત્યારે પછી જે ફોન ચોરી થયો છે તે નંબર નાખો.
- આટલું કર્યા પછી લૉગઆઉટ ફ્રોમ ઓલ ડિવાઇસ નો વિકલ્પ પસંદ કરો.
- હવે Paytem ની વેબસાઇટ પર જાવ અને ત્યાં 24 x 7 હેલ્પ ઓપ્શન ને પસંદ કરો.
- ત્યાં તમે રિપોર્ટ ફ્રોડ અથવા મેજેસ અસ ઓપ્શન પસંદ કરી શકો છો.
- આટલું કર્યા પછી તમારે અમુક પોલીસ રિપોર્ટની વિગત નાખવાની રહેશે. આટલું કરશો એટલે તમારું Paytm એકાઉન્ટ અમુક સમય માટે બંધ થઈ જશે.
PhonePe UPI ID કેવી રીતે બ્લોક કરશો
- PhonePe id બ્લોક કરવા માટે તમારે આ 02268727374 અથવા આ 08068737374 નંબર પર ફોન કરવાનો રહેશે.
- તમારી UPI ID જે મોબાઈલ નંબર સાથે લિન્ક છે, તેની વિરુદ્ધ રિપોર્ટ દાખલ કરો.
- હવે તમારે સીમકાર્ડ અને ડિવાઇસ લોસ વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
- આટલું કરવાથી તમને કસ્ટમર કેર સાથે કનેક્ટ કરી દેવામાં આવશે.
- તમે માંગે તે વિગત આપીને તમારી UPI ID બ્લોક કરાવી શકો છો.
નિયમિત અમારા લેખો તમારા WhatsApp માં મેળવવા માટે નીચે આપલે બટન પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવ