Breaking news

Fire In Bus : શ્રાદ્ધળૂઓ ભરેલી બસમાં લાગી આગ, 8 લોકો બળીને ભડથું

હરિયાણાના નુંહ નજીક કુંડલી માનેસર-પલવલ એક્સપ્રેસવે પર શુક્રવારની મોડી રાત્રે એક એક ગંભીર દુર્ઘટના થઈ. . શ્રદ્ધાળૂઓ થી ભરેલી બસમાં અજ્ઞાત કારણોસર આગ લાગી હતી. તેની ઝપટમાં 20 થી વધુ લોકો આવ્યા હતા. જેમાં 8 લોકો ત્યાજ જીવતા સળગી ગયા હતા. જ્યારે 12 થી વધુ લોકો ગંભીર હાલતમાં છે.

ધાર્મિક સ્થળોના દર્શન કરી પરત ફરી રહ્યા હતા લોકો

કહેવામા આવે છે કે કુંડલી માનેસર-પલવલ એક્સપ્રેસવે પર રાતના દોઢ વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો. બસમાં 60 જેટલા માણસો હતા. તમામ શ્રદ્ધાળૂઓ ધાર્મિક સ્થળોના દર્શન કરવા માટે નીકળ્યા હતા અને બનારસ અને વૃંદાવનના દર્શન કરી પરત ફરી રહ્યા હતા. તે દરમ્યાન આ દુર્ઘટના બની. આગ લાગવાની સૂચના મળતા જ ફાયર બ્રિગેડની ગાડી તરત જ ઘટના સ્થળ પર પોહોચી હતી. સાથે સાથે સ્થાનિક લોકોએ પણ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. જ્યાં સુધીમાં આગ પર કાબૂ મેળવ્યો ત્યાં સુધીમાં ઘણા લોકો દાજી ગયા હતા.

ચંડીગઢ અને પંજાબના હતા શ્રદ્ધાળુ

બસમાં સવાર તમામ શ્રદ્ધાળુ ચંડીગઢ અને પંજાબના નિવાસી હતા. તેવો ધાર્મિક સ્થળોના દર્શનાર્થે નીકળ્યા હતા. ઘરે પરત ફરતા સમયે આ ઘટના બની હતી.

બસ ડ્રાઈવરને આગ લાગ્યાની જાણ ન હતી

આ દુર્ઘટના દરમ્યાન જે લોકો મદદ માટે પહોચ્યા હતા તેણે કહ્યું કે બસ ડ્રાઈવરને આગ લાગ્યાની જાણ ન હતી તેઓ એ અવાજ આપી ને કહ્યું કે આગ લાગી છે પરંતુ બસ ડ્રાઇવરને સંભળાયું નહીં એટલા માટે તેને બસ રોકી નહીં. તો ગામ લોકોએ બાઇક લઈ તેની પાછળ ગયા અને બસ ઊભી રખાવી. પરંતુ બસ ઊભી રહી ત્યાં સુધીમાં આગ ફેલાય ગઈ હતી.

ગામના લોકોએ આગ પર કાબૂ મેળવવાના પ્રયત્ન કર્યા, અને પોલીસ અને ફાયર બ્રિગેડને સૂચના આપી. પરંતુ જ્યાં સુધી લોકોને બસની બહાર કાઢ્યા ત્યાં સુધીમાં તે દાજી ગયા હતા. તેને તરત જ હોસ્પિટલમાં દાખલ કર્યા. દુર્ઘટનામાં 8 લોકોના મૃત્યુ થઈ ગયા છે અને 12 થી વધુ ગંભીર રીતે ઘાયલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *