WhatsApp પ્રોફાઇલ સંબધિત મોટી અપડેટ, હવે નહિ કરી શકો આ કામ
વોટ્સઅપ તેના વપરાશકર્તાઓ માટે નવા નવા ફીચર લોન્ચ કરતું હોય છે. કારણ કે તેઓનો એક્સપ્રિયન્સ ખૂબ સારો રહે. નવા ફીચરના સાથે સાથે વોટ્સઅપ તેના કરોડો વપરાશકર્તાઓ ની પ્રાઇવેસી અને સેફ્ટી જળવાય રહે તે માટે સમયે સમયે લેટેસ્ટ અપડેટ લોન્ચ કરે છે. તેવા જ ઉદ્દેશ્યથી કંપની વધુ એક નવું ફીચર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે જેની કરોડો વપરાશકર્તા રાહ જોઈ રહ્યા હતા. વોટ્સઅપ સંબધિત અપડેટને ટ્રેક કરનાર કંપની WABetaInfo ની જાણકારી મુજબ Whatsapp જલ્દી તેના યુઝર માટે વોટ્સઅપ પ્રોફાઇલ ફોટાનો સ્ક્રીનશોર્ટ બ્લોક કરી દેશે.
વપરાશકર્તા માટે નવું ફીચર
પ્રોફાઇલ ફોટાનો સ્ક્રીનશોર્ટ બ્લોક કરવાનું ફીચર કંપની હજી ડેવલપ કરી રહી છે. જેને વોટ્સઅપ બીટા ફોર એંડરોઈડ માટે રોલઆઉટ કરી દેવામાં આવ્યું છે. હવે વોટ્સઅપ બીટા ફોર iOS માટે ઉપલબ્ધ કરાવાની તૈયારી ચાલે છે. WABetaInfo ને ટેસ્ટલાઇટ એપ માં વોટ્સઅપ બીટા ફોર iOS 24. 10. 10. 70 માં આ ફીચરને જોયું છે. WABetaInfo ને આ નવા ફીચર ની જાણકારી X પોસ્ટ ની માધ્યમ થી એક સ્ક્રીનશોર્ટ શેર કરીને આપી છે.
શેર કરેલા સ્ક્રીનશોર્ટ માં તમે સ્ક્રીન કૈપ્ચર બ્લોક્ડ નો મેજેસ જોઈ શકો છો. ફીચર રોલઆઉટ થયા પછી યુજર કોઈપણ બીજા વ્યક્તિની વોટ્સઅપ પ્રોફાઇલનો સ્ક્રીનશોર્ટ લઈ શકશે નહીં. માનવામાં એવું પણ આવે છે કે આ ફીચર ફોનમાં આપેલ સ્ક્રીન રેકોર્ડિંગ માટે પણ હશે. પરંતુ હજુ એવી કોઈ ઓફિશ્યલ જાણકારી સામે આવી નથી. આ ફીચર વોટ્સઅપ વપરાશકર્તાના પ્રોફાઇલ ફોટોનો ખોટો ઉપયોગ થવાનું બંધ કરશે.
જોવા મળી શકે છે આ ખામી
આ ફીચરમાં એક ખામી પણ જોવા મળી શકે છે. તે ખામીની વાત કરીએ તો બીજા ડિવાઇસના કેમેરાથી પ્રોફાઇલ ફોટો કૈપ્ચર કરી શકાય છે. એવામાં આ ફીચરનો ઉદ્દેશ્ય પૂરો થશે કે કેમ તે એક મોટો સવાલ છે. આ બાબતે હજુ પાક્કુ કાઇ કહી શકાય તેમ નથી કારણ કે આ ફીચર હજી ડેવલપિંગ અને બીટા ટેસ્ટિંગમાં છે. બીટા ટેસ્ટિંગ પૂરી થયા પછી જ તેનું સ્ટેબલ વર્જન રોલઆઉટ થશે.
નિયમિત અમારા લેખો તમારા WhatsApp માં મેળવવા માટે નીચે આપલે બટન પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવ