Life style

Chanakya Niti : આવા વ્યક્તિને ક્યારે પણ નથી મળતી સફળતા, જાણો કારણ

Chanakya Niti : ભારતીય ઇતિહાસમાં આચાર્ય ચાણક્ય પ્રમુખ વ્યક્તિ છે, જેનું યોગદાન ફક્ત ભારતીય સમાજમાં નહીં સંપૂર્ણ વિશ્વના ઇતિહાસમાં પણ મહત્વનું છે. 4થી સદીમાં જન્મેલા ચાણક્ય અર્થશાસ્ત્ર, રાજનીતિ અને નીતિ શાસ્ત્રમાં નિપુણ હતા. ચાણક્યને વિષ્ણુગુપ્ત અને કૌટલ્યના નામથી પણ ઓળખવામાં આવે છે. તેઓ ચંદ્રગુપ્ત મૌર્યના મુખ્ય સલાહકાર હતા. ચંદ્રગુપ્ત મૌર્યને ભારતના મોટાભાગના ક્ષેત્રોમાં વિજય પ્રાપ્ત કરવા માટે ચાણક્યએ મદદ કરી છે. ચાણક્યએ અર્થશાસ્ત્રનો વિકાસ કર્યો અને તેનો ગ્રંથ “અર્થશાસ્ત્ર” માં રાજનીતિક અને આર્થિક નીતિનો સંગ્રહ કર્યો. ચાણક્યએ તેના જીવન કાળમાં વિવિધ ગ્રંથોની રચના કરી જેમાં અર્થશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, કૌટિલ્ય અર્થશાસ્ત્ર અને ચાણક્ય નીતિનો સમાવેશ થાય છે. તેના ગ્રંથોમાં સમાજ, રાજનીતિ, આર્થિક વિકાસ, નીતિ અને વ્યવસ્થાના વિષયો પર વિસ્તૃત ચર્ચા કરી છે. તો ચાલો આચાર્ય ચાણક્યને જણાવેલ થોડી વાતો વિષે વિસ્તૃત ચર્ચા કરવી.

આચાર્ય ચાણક્યના સફળતાના નિયમો

1). આચાર્ય ચાણક્ય અનુસાર જે વ્યક્તિ તેનું લક્ષ્ય નક્કી નથી કરતાં તે ક્યારે પણ સફળ થતાં નથી. તેવા વ્યક્તિઓને હંમેશા અસફળતા જ હાથ લાગે છે. કારણ કે તેનું કોઈપણ કામમાં ફોકસ રહેતું નથી. એટલા માટે દરેક વ્યક્તિને સલાહ આપવામાં આવે છે કે સૌપ્રથમ તેનું લક્ષ્ય નક્કી કરો. જેનાથી તેવો તે રસ્તા પર આગળ વધે અને સફળતા પ્રાપ્ત કરી શકે.

2). ચાણક્ય નીતિમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોઈ વ્યક્તિ જન્મથી મહાન હોતો નથી મહાનતા મેળવવા માટે સારા કર્મ કરવા પડે છે. એટલા માટે તેને મહેનત અને લગનની જરૂર હોય છે. આ માર્ગમાં ખુબજ મુશ્કેલી પણ હોય છે. પણ જેને જે વ્યક્તિ હસતાં મોઢે રમતા રમતા પસાર કરી લે છે તે માણસ મહાન બની જાય છે.

3). ચાણક્ય નીતિ અનુસાર કોઈ કામમાં મન જો શક્તિશાળી થઈ જાય તો તેને કોઈ પણ પરેશાની હરાવી શક્તિ નથી. કેમ કે તે ખૂબ જ કઠોર પ્રકારનો માણસ બની જાય છે. તેને કોઈ દુ:ખ નથી થતું ના તો કોઈ પીડા હોય છે. તે ગમે તેવી પરિસ્થિતીમાં પોતાની જાતને સંભાળીને રાખે છે.

4). ચાણક્ય નીતિ અનુસાર બીજાએ કમાએલું ધન હંમેશા નષ્ટ થઈ જાય છે. ખોટી રીતે કમાયેલા પૈસા પણ તમારા માટે સારા નથી એટલા માટે હંમૈશા ઈમાનદારીથી ધન કમાવું જોઈએ.

5). આચાર્ય ચાણક્ય અનુસાર મહાભારત એ વાતનું પ્રમાણ છે કે જે વ્યક્તિ હદ પાર કરી દે છે તેવા વ્યક્તિ સામે શસ્ત્ર ઉઠાવવા પણ ધર્મ છે. એટલા માટે કોઇની પણ સાથે કોઈપણ વાતમાં હદ પાર ન કરો કે તેવો તમારા માટે યુદ્ધ માટેનો સામાન બની જાય અને તમારો સંબધ તૂટી જાય.

નિયમિત અમારા લેખો તમારા WhatsApp માં મેળવવા માટે નીચે આપલે બટન પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *