Life style

ચાણક્યની સલાહ: તમે પણ બની શકો છો ધનવાન બસ માની લ્યો આ વાત

Chanakya Niti : આચાર્ય ચાણક્યના નામથી આપણે બધા પરિચિત છીએ. ચાણક્ય દ્વારા લખાયેલ પુસ્તકનું નામ ચાણક્ય નીતી છે. જે દુનિયાભરમાં ખૂબ પ્રસિદ્ધ પુસ્તક છે. આચાર્ય ચાણક્યને તેના આ પુસ્તકમાં જીવનના દરેક વિષય પર વાત કરી છે. પતિ-પત્નીના સબંધ હોય કે કોઈ યુવક-યુવતી સાથે શારીરિક સંબધની વાત હોય. રાજનીતિની વાત હોય કે જીવનમાં ખૂબ પૈસા કમાવવાની વાત હોય તમામ વિષયોની વિસ્તૃત ચર્ચા ચાણક્ય નીતીમાં કરવામાં આવી છે. આજે આપણે આ લેખમાં ચાણક્ય નીતી મુજબ ધનવાન બનવા માટેના નિયમો વિશે જાણીશું.

Chanakya Niti : આચાર્ય ચાણક્યના કહ્યા મુજબ ધનવાન બનવા માટે આટલું અવશ્ય કરો

આચાર્ય ચાણક્યએ ચાણક્ય નીતિમાં લખ્યું છે કે કોઈ વ્યાપારી તથા ઉદ્યોગપતિને તો છોડો પણ કોઈ મૂર્ખ વ્યક્તિ આ પાંચ વાત માની લે તો તે પણ ખૂબ ધનવાન બની શકે છે. આચાર્ય ચાણક્ય કહે છે કે સૌપથમ તો ધનવાન બનવાની પ્રબળ ઈચ્છા મનમાં ધારણ કરો. ધનવાન બનવાની પ્રબળ ઈચ્છા ધારણ કર્યા બાદ ખોટું બોલવાનું બંધ કરો. જે વ્યક્તિ ખોટું બોલે છે તે વ્યક્તિ ક્યારે પણ ધનવાન બની શકતો નથી. તેના પછી વ્યક્તિએ આળસનો સંપૂર્ણ ત્યાગ કરી હંમેશા સક્રિય રહેવું આવશ્યક છે. સક્રિય રહેનાર વ્યક્તિ જીવનના તમામ ક્ષેત્રે સફળ થાય છે. સક્રિયતાની સાથે સાથે અવિશ્વાસની કળા પણ શીખવી જરૂરી છે. ચાણક્ય નીતીમાં આચાર્ય ચાણક્ય કહે છે કે કોઈના પર વિશ્વાસ ન કરો. વિશ્વાસ ન કરવાનો મતલબ એ ક્યારેય નથી કે કોઇની સાથે સંબધ ન રાખવો. ચાણક્યનીતી કહે છે કે કોઈપણ વ્યક્તિને તમારા મનમાં રહેલ સંપૂર્ણ વાત ન કહો, તમારી કમજોરી પણ ના કહો અને તમારી ભવિષ્યની સંપૂર્ણ યોજના પણ કોઈ સાથે શેર કરવી નહીં. ચાણક્ય નીતીના કહ્યા મુજબ આ નિયમોનું પાલન કરવાથી તમે ધનવાન બની શકો છો.

નિયમિત અમારા લેખો તમારા WhatsApp માં મેળવવા માટે નીચે આપલે બટન પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવ

જીવનમાં ઉપયોગી લેખો વાંચવા માટે જોડાયેલા રહો કાકા સાહેબ.com સાથે આભાર..... 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *