જાણો દુનિયાની સૌથી લાંબામાં લાંબી કાર વિશે !
લગભગ સવા કરોડ રૂપિયાની કિંમતે “લામરૂસ્ટર” નામની મોટરકાર હાલમાં દુનિયામાં સૌથી લાંબામાં લાંબી અને સૌથી વધુ આલીશાન કાર ગણાય છે. આ મોટરકારમાં એક સરસ મજાનું મોટું રસોડુ છે. એમાં ‘ફ્રિજ’, ‘ઓવન’ અને બીજી રસોઈ બનાવવાની આધુનિક ચીજવસ્તુઓ છે. આ મોટરકારમાં વિડીયો, રંગીન ટીવી અને ચાર ટેલિફોન પણ ગોઠવેલા છે. આ કારના પાછળના ભાગમાં એક તળાવ પણ છે. એમાં મરજી પડે ત્યારે સ્નાન કરી શકાય છે. એમાં તારવણી મજા પણ લઈ શકાય છે. લામરૂસ્ટર મોટરકાર અમેરિકાની “અલટ્રાલયો કોર્પોરેશન ઓફ લાપામ્લા” નામની કંપનીએ બનવી છે. આ કારની લંબાઇ 47 ફૂટ છે. કારને દસ પૈડાં છે. આ કાર અમેરિકાના કેલિફ નામના શહેરમાં છે. ખૂબ જ લાંબી હોવાના કારણે આ કાર સડકને કિનારે રહે છે. અને ટ્રાફિક વાળી સદળ પર ચલાવી પણ ખૂબ મુશ્કેલ છે. જ્યારેય કાર ચલાવવામાં આવે છે. ત્યારે રસ્તો સાફ કરવા માટે એક સાધારણ કાર એની આગળ અલગ રીતે દોડે છે. ફિલ્મોમાં શૂટિંગ તેમજ પ્રદર્શન માટે આ કાર ભાડે આપવામાં આવે છે. આ કાર લગભગ સાડા પાંચ લિટર પેટ્રોલથી ફક્ત પાંચ કિલોમીટર ચાલી શકે છે.
- ભારતની નદીઓમાં કઈ નદી પુરુષ નદી છે ?
- જાણો ભારત સાથે કયા-કયા દેશો સરહદ ધરાવે છે…
- ગુજરાત વિશે માહિતી ગુજરાતીમાં
નિયમિત અમારા લેખો તમારા WhatsApp માં મેળવવા માટે નીચે આપલે બટન પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવ