ભારત પોતાના 7 પાડોશી દેશો સાથે આશરે 15,200 કી.મી. લાંબી સીમા ધરાવે છે. જેમાં પશ્ચિમ તથા ઉત્તર-પશ્ચિમમાં પાકિસ્તાન, ઉત્તર-પશ્ચિમમાં અઘાનિસ્તાન, ઉત્તર્મા ચીન, નેપાળ અને ભૂટાન તથા પૂર્વમાં બાંગ્લાદેશ અને મ્યાનમારનો સમાવેશ થાય છે. ભારતના 16 રાજયો અને 2 2 કેન્દ્રશાસિત પ્રદેશોની સીમા પાડોશી દેશોને સ્પર્શે છે. ભારત દેશ સૌથી લાંબી સરહદ બાંગ્લાદેશ (4,096.7 કી.મી) સાથે ધરાવે છે. જ્યારે સૌથી ટૂંકી સરહદ અફ્ઘાનિસ્તાન (106 કી.મી) સાથે ધરાવે છે.
ભારતની પાડોશી દેશો સાથેની લંબાઇ
પાડોશી દેશ
સીમા લંબાઇ
સરહદ પર સ્થિત રાજય/UT
બાંગ્લાદેશ
4,096.7 km
પ.બંગાળ, આસામ, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા
ચીન
3,488 km
લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ