General Knowledge

ગુજરાત નું પૌરાણિક નામ શું હતું ?

ભારત દેશની આઝાદી પછી ભાષા આધારિત રાજયોની માંગ ઉઠવા લાગી. જેમાં ગુજરાતી ભાષી લોકો તેના માટે અલગ ગુજરાત રાજ્યની માંગ કરી રહ્યા હતા તેના માટે ઇન્દુલાલ યાજ્ઞિકના નેતૃત્વમાં મહાગુજરાત આંદોલનની શરૂઆત થઈ. લાંબા સંઘર્ષ પછી 1લી મે, 1960ના બૃહદ મુંબઈના બે ભાગ કરવામાં આવ્યા અને મરાઠી ભાષી માટે મહારાષ્ટ્ર અને ગુજરાતી ભાષી માટે ગુજરાત રાજયની સ્થાપના કરવામાં આવી હતી. આનો મતલબ એ ક્યારે પણ નથી કે ગુજરાત રાજયનું અસ્તિત્વ 1960માં આવ્યું. ગુજરાત રાજયનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. જેના પર આપણે એક નજર કરીએ.

ગુજરાત નું પૌરાણિક નામ શું હતું ?

સૌપ્રથમ આપણે ગુજરાત રાજયના પૌરાણિક નામ વિશે માહિતી મેળવીએ. આદ્ય ઐતિહાસિક સમયગાળા ગુજરાત પ્રદેશને “આનર્ત” તરીકે ઓળખવામાં આવતો હતો અને તેની રાજધાની ‘કુશસ્થલી’ હતી. તમને જણાવી દઈએ કે ગુજરાત નામનો સૌપ્રથમ ઉલ્લેખ ઇ.સ 1233માં રચાયેલ ‘આબુરાસ‘ માં જોવા મળે છે.

મૈત્રકકાળમાં ગુજરાત માટે ‘લાટ’ શબ્દ વપરાતો જે અનુમૈત્રક કાળમાં ફકત દક્ષિણ ગુજરાત માટે વપરાતો હતો. નવમી સદીમાં ગુર્જર દેશ, ગુર્જર મંડલ, ગુજ્જરત્તા, ગુર્જરત્રા જેવા સંસ્કૃત નામો પ્રચલિત હતા.

મૌર્યકાળ થી ગુપ્તકાળ સુધી સૌરાષ્ટ્રને ‘સુરાષ્ટ્ર’ તરીકે ઓળખતા હતા જેની રાજધાની ગિરિનગર હતી. સૌરાષ્ટ્રને સ્ટ્રેબો દ્વારા સેરોસ્ટસ તેમજ ટોલમી અને પેરીપ્લસ દ્વારા સુરાષ્ટ્રીયન કહેવાયું છે. ચીની મુસાફર હ્યુ-એન-ત્સાંગ સૌરાષ્ટ્રને ‘સુલકા’ અર્થાત ‘સોરઠ’ નો ઉલ્લેખ કરે છે. મરાઠા શાસન દરમિયાન સૌરાષ્ટ્ર ‘કાઠીયાવાડ’ તરીકે જાણીતું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *