તમામ સ્માર્ટફોન યુઝર માટે જાહેર ચેતવણી, જો જો બેન્ક ખાતું ખાલી ન થઈ જાય
અમદાવાદ પોલીસ દ્વારા તમામ સ્માર્ટફોન યુઝરને જાહેર ચેતવણી આપવામાં આવી છે. Ahmedabad police દ્વારા તેના સોશિયલ મીડિયા પેજ પર માહિતી શેર કરતાં કહ્યું છે કે તમામ વોટ્સઅપ ગ્રૂપમાં Pm Kisan નામની ખોટી એપ્લીકેશન ફરી રહી છે, જે દર દર ત્રણ મહિને 6,000 રૂપિયાની મદદ અપાવનાઓ વાયદો કરે છે.
સ્માર્ટફોન યુઝર માટે જાહેર ચેતવણી
અમદાવાદ પોલીસના કહ્યા મુજબ આ એક મોટો સાયબર ફ્રોડ છે! વોટ્સઅપ ગ્રૂપમાં એપ્લીકેશન ડાઉનલોડ કરવા આપલે લિન્ક પર ક્લિક કરતાં તમારા બેન્ક ખાતામાંથી તમામ પૈસા ઉપાડી લેવામાં આવશે. એટલા માટે ગુજરાતના તમામ નાગરિકોને અમદાવાદ પોલીસ દ્વારા તેવી ફ્રોડ લિન્ક પર ક્લિક ન કરવા વિનંતી કરવામાં આવી છે.
ભોગ બનનાર જલ્દી ફરિયાદ કરો
આ ચેતવણી વાંચ્યા પહેલા કે કોઈ અન્ય કારણો સર તમને આ સ્કેમનો ભોગ બની ગયા છો તો સાઇબર ક્રાઇમમાં તમે ફરિયાદ અવશ્ય કરો. તમે 1930 નંબર ડાયલ કરી અથવા www.cybercrime.gove.in પર ઓનલાઇન ફરિયાદ કરી શકો છો.
અમદાવાદ પોલીસ દ્વારા આપવામાં આવેલ આ જાહેર ચેતવણી વધુ ને વધુ લોકો સુધી શેર કરવા વિનંતી જેથી કોઈ આનો ભોગ બનતા બચી જાય.
નિયમિત અમારા લેખો તમારા WhatsApp માં મેળવવા માટે ઉપર આપેલ બટન પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવ