ભારત સરકાર દ્વારા નિબંધ સ્પર્ધાનું આયોજન, ભાગ લેનારને મળશે 10 હજાર સુધીનું ઈનામ
Essay Competition : ભારત સરકારે એક અનોખી પહેલ શરૂ કરી છે આ પહેલ અંતર્ગત નિબંધ સ્પર્ધા (Essay Competition) નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાનું આયોજન નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) દ્વારા કરવામાં આવ્યું છે. આ નિબંધ સ્પર્ધામાં તમે તમારા જ્ઞાનનું પ્રદર્શન કરી પૈસા કમાઈ શકો છો. આ નિબંધ પ્રતિયોગિતામાં ભારત સરકાર દ્વારા Rs.10,000 સુધીનું ઈનામ આપવામાં આવશે.
Essay Competition : ભારત સરકારની નિબંધ સ્પર્ધા
ભારત સરકારના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા ભારતીય વિધાર્થીઓને તેની રચનાત્મકતાનું પ્રદર્શન કરાવવા માટે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રતિયોગીતાની થીમ “beat the heat (ગરમી હટાવો)” છે.
ગરમી હટાવવામાં માટે મારી તૈયારી
આ સ્પર્ધામાં ભાગ લેનારને ‘Beat the heat’ વિષય પર આધારિત 1000 શબ્દ થી વધુ નહીં તેવો નિબંધ લખવાનો છે. આ નિબંધ તમારા શબ્દોમાં એકદમ મૌલિક હોવો જોઈએ. તમે લખેલા નિબંધના pdf સ્વરૂપે સ્વીકાર કરવામાં આવશે જેને તારે ભારત સરકારની વેબસાઇટ mygovt પર અપલોડ કરવાની રહેશે. આ નિબંધની ભાષા અંગ્રેજી અથવા હિન્દી હોવી અનિવાર્ય છે. આ પ્રતિયોગિતામાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવાર Mygov ની ઓફિશ્યલ વેબસાઇટ પર આવેદન કરી શકે છે. જેના માટે તમે 10 જૂન, 2024 સુધી આવેદન કરી શકો છો.
વિજતાઓને મળશે રોકડ ઈનામ
આ નિબંધ સ્પર્ધામાં પ્રથમ ક્રમે પસંદગી પામેલ વિજેતાને 10, 000 રૂપિયા, બીજા ક્રમે પસંદગી પામેલ ઉમેદવારને 5,000 રૂપિયા, ત્રીજા ક્રમે પસંદગી પામેલ ઉમેદવારને 3,000 રૂપિયા મળશે. અને અન્ય ત્રણ ઉમેદવારોને સાંત્વના પુરસ્કાર તરીકે 1000-1000 રૂપિયા આપવામાં આવશે.
નિયમિત અમારા લેખો તમારા WhatsApp માં મેળવવા માટે ઉપર આપેલ બટન પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવ