Life style

જાણો તમારી ઊંચાઈ પ્રમાણે તમારું વજન કેટલું હોવું જોઈએ

Height Weight Chart : વર્તમાન સમયમાં બદલાતી લાઈફસ્ટાઈલ માં ખુદને ફિટ અને તંદુરસ્ત રાખવા એક મોટો પડકાર બની ગયો છે. કેટલાય લોકો તેના ઓછા વજન થી પરેશાન છે તો કેટલાક લોકો તેના વધતાં વજનને નિયંત્રણ કરી કરી શકતા હોવાથી મુજવણમાં છે. આવી સ્થિતિમાં વજનને સામાન્ય રાખવા માટે યોગ કરવાની અને જિમ જવા માટેની સલાહ આપવામાં આવે છે. પરંતુ સૌથી પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે તમારી ઊંચાઈ અને ઉંમર પ્રમાણે તમારું વજન કેટલું હોવું જોઈએ. આજે આપણે વ્યક્તિની ઊંચાઈ પ્રમાણે તેનું કેટલું વજન હોવું સારું મનાવવામાં આવે છે તેના વિશે જાણકારી મેળવીશું.

તમારી ઊંચાઈ પ્રમાણે તમારું આટલું વજન હોવું જોઈએ

Height Weight Chart : કહેવામા આવે છે કે છોકરા અથવા છોકરીઓનું વજન તેની ઊંચાઈ મુજબ હોય તો તે ઓવરવેટની કેટેગરીમાં આવશે નહીં. તો ચાલો જાણીએ કે ઊંચાઈ મુજબ કેટલું વજન યોગ્ય કહેવાય.

Chanakya Niti : આવા વ્યક્તિને ક્યારે પણ નથી મળતી સફળતા, જાણો કારણ

પાંચ ફૂટ થી ઓછી ઊંચાઈ

જે છોકરાઓની ઊંચાઈ પાંચ ફૂટ થી ઓછી છે, તેનું વજન 50 થી 54 કિલોગ્રામની વચ્ચે હોવું જોઈએ. અને છોકરીઓ માટે 48 થી 52 કિલોગ્રામ વજન યોગ્ય મનવામાં આવે છે.

પાંચ થી પાંચ ફૂટ બે ઇંચ વચ્ચે ઊંચાઈ

જે છોકરીઓની ઊંચાઈ પાંચ ફૂટ કે પાંચ ફૂટ બે ઇંચ ની વચ્ચે છે, તો તેનું વજન 50 થી 55 કિલોગ્રામની વચ્ચે હોવું જોઈએ. અને છોકરાઓ માટે 52 થી 58 કિલોગ્રામ ની વચ્ચે વજન અનુકૂળ કહેવાય છે.

પાંચ ફૂટ ત્રણ ઇંચ થી પાંચ ફૂટ છ ઇંચ વચ્ચે ઊંચાઈ

પાંચ ફૂટ ત્રણ ઇંચ થી પાંચ ફૂટ છ ઇંચ વચ્ચેની ઊંચાઈ ધરાવતા છોકરાઓનું વજન 56 થી 65 કિલોગ્રામ ની વચ્ચે હોવું જોઈએ. જ્યારે છોકરીઓનું વજન 53 થી 62 કિલોગ્રામની વચ્ચે હોય તો સારું કહેવામા આવે છે.

પાંચ ફૂટ છ ઇંચ થી પાંચ ફૂટ અગિયાર ઇંચ વચ્ચે ઊંચાઈ

જે છોકરાની પાંચ ફૂટ છ ઇંચ થી પાંચ ફૂટ અગિયાર ઇંચ વચ્ચે ઊંચાઈ છે, તો તેનું વજન 61 થી 75 કિલોગ્રામની વચ્ચે હોય તો તે ઓવરવેટની કેટેગરીમાં આવશે નહીં. જ્યારે છોકરીઓ માટે 58 થી 72 કિલોગ્રામ સુધી વજન હોવું યોગ્ય ગણાય છે.

Safalta no Mantra : જે વ્યક્તિમાં હોય છે આ 5 આદત તે જલ્દી બની જાય છે અમીર

છ ફૂટ થી વધુ ઊંચાઈ

જે છોકરાઓની ઊંચાઈ છ ફૂટથી વધુ છે, તો તેનું સામાન્ય વજન 73 થી 79 કિલોગ્રામ હોવું જોઈએ. અને છોકરીઓનું વજન 70 થી 74 કિલોગ્રામની વચ્ચે હોય તે યોગ્ય માનવામાં આવે છે.

ઊંચાઈ મુજબ વજન હોવાના ફાયદા

જાણકારોના મત મુજબ જે વ્યક્તિનું વજન તેની લંબાઇ મુજબ હોય, તો તે વ્યક્તિ ઓવરવેટ કે અંડરવેટ વાળા વ્યક્તિઓની તુલનામા વધુ ફિટ ગણાય છે. આ ઉપરાંત સામાન્ય વજન વાળા વ્યક્તિની માંસપેશી અને હાડકાં સંબધિત બીમારીનો ખતરો ઓછો રહે છે. તેના શરીરમાં લોહીનું દબાણ અને કોલેસ્ટ્રોરનું સ્તર સામાન્ય રહે છે, તેથી દિલ સંબધિત બીમારીની સંભાવના ઓછી થઈ જાય છે.

નિયમિત અમારા લેખો તમારા WhatsApp માં મેળવવા માટે ઉપર આપેલ બટન પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવ

Disclaimar : આ જાણકારી ફકત સૂચના માટે છે kakasaheb.com તરફથી કોઈ દાવો કરવામાં આવતો નથી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *