કઈ નદીને ગુજરાતી જીવાદોરી તરીકે ઓળખવામાં આવે છે?
ગુજરાતમાં નાની મોટી મળીને કુલ 185 નદીઓ આવેલી છે. ભૌગોલિક પરિસ્થિતીના આધારે ગુજરાતની નદીઓને કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત એમ ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. કોઈપણ પ્રદેશના જળ પરિવાહ પર ભૂસ્તર રચના, ભૂપુષ્ઠ અને આબોહવાની અસર જોઈ શકાય છે. કચ્છમાં મોટાભાગની નદીઓ મધ્યધારના ડુંગરમાંથી નીકળીને ઉત્તર-દક્ષિણ દિશામાં વહેતી જોવા મળે છે.
કઈ નદીને ગુજરાતી જીવાદોરી તરીકે ઓળખવામાં આવે છે?
નર્મદા નદીને ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખવામાં આવે છે. છત્તીસગઢના બિલાસપૂર જિલ્લાના વિંધ્ય પર્વતમાળાની 1150 મીટર ઊંચાઈએ અમરકંટકના ડુંગરમાંથી નીકળતી રેવા અને મધ્યપ્રદેશના સાતપુડા પર્વતમાળાના મૈકલ પર્વતમાંથી નીકળતી નર્મદા મધ્ય પ્રદેશમાં માંડલા નામના સ્થળે ભેગી મળી નર્મદા તરીકે ઓળખાય છે. તેની કુલ લંબાઇ 1312 કી.મી છે તથા ગુજરાતમાં લંબાઇ 159 કી.મી છે. નર્મદાના પ્રવાહક્ષેત્રોનો 88% ભાગ મધ્યપ્રદેશ, 10% ભાગ ગુજરાત અને 2% ભાગ મહારાષ્ટ્ર રાજ્યમાં છે.
નર્મદા નદીનો ગુજરાતમાં પ્રવેશ છોટા ઉદેપુર જિલ્લાના હાંફેશ્વર ખાતેથી થાય છે. નર્મદા પટ પર આવેલા સાધુબેટ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટરની વિશ્વની સૌથી ઊંચી મુર્તિ સ્ટેચ્યું ઓફ યુનિટી આવેલ છે. આ નદીના કિનારે ભરુચ જિલ્લામાં આવેલ ભાડભૂતેશ્વર મહાદેવના મંદિરમાં દર 18 વર્ષે (અધિક ભાદરવા માસમાં) મેળાનું આયોજન થાય છે. નર્મદા નદી જળ જથ્થાની દ્રષ્ટિએ ગુજરાતની સૌથી મોટી નદી છે. તેથી તેને ગુજરાતની જીવાદોરી તથા ગુજરાતની ગંગાના નામથી ઓળખવામાં આવે છે. છેલ્લે નર્મદા નદીનો ભરુચ નજીક ખંભાતના અખાતમાં સંગમ થઈ જાય છે.
નર્મદા પરિક્રમા
પુરાણોમાં નર્મદા નદીની પરિક્રમાંનું અનેરું મહત્વ માનવમાં આવ્યું છે. નર્મદા નદી વિશ્વની એકમાત્ર એવી નદી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે. આમ તો નર્મદા પરિક્રમા કરતાં 3 વર્ષ, 3 મહિના અને 13 દિવસ જેટલો સમય લાગે છે પણ કેટલાક લોકો 108 દિવસમાં પરિક્રમા પૂર્ણ કરે છે. નર્મદાની પૂર્ણ પરિક્રમા કરવા યાત્રાળુ ને નદીના બંને કાંઠા 1,312 કી.મી ચાલવું પડે છે.
નિયમિત અમારા લેખો તમારા WhatsApp માં મેળવવા માટે ઉપર આપેલ બટન પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવ