Google Wallet India : ગૂગલ વોલેટ ભારતમાં થયું લોન્ચ, જાણો કઈ કઈ મળશે સુવિધા
Google Wallet India : ગૂગલ વોલેટ ભારતમાં લોન્ચ કરી દેવામાં આવ્યું છે. Google Wallet India ઇન્ટરનેશનલ સ્તરમાં ઉપલબ્ધ ગૂગલ વોલેટથી થોડું અલગ છે. ગૂગલ વોલેટ ઈન્ડિયાને ભારતીયોની જરૂરિયા પ્રમાણે વિકસાવવામાં આવ્યું છે. Google Wallet India માં જરૂરી કાર્ડ, પાસ, ટિકિટ, સહિત અન્ય મહત્વપૂર્ણ કાર્ડને સુરક્ષિત રાખવામા આવશે.
શું Google Pay બંધ થઈ જશે ?
લોકોના મનમાં સવાલ છે કે Google Pay નું શું થશે ? પણ ગૂગલે ચોખ્ખું કઈ દીધું છે Google Pay ક્યાય જઈ રહ્યું નથી. તેની સુવિધા તમે પહેલાની જેમ જ લઈ શકશો. વાત રહી Google Wallet ની તો તે Google Pay ના સહયોગી તરીકે કામ કરશે. બદલાતા સમયની સાથે સાથે તમામ વસ્તુ ડિજિટલકરણ થતું જાય છે. એવામાં તમને એક એવું પર્સ આપવામાં આવ્યું છે કે જેમાં તમે તમારી તમામ જાણકારી સુરક્ષિત રાખી શકો. ગૂગલ વોલેટ તમારી ઘણીબધી જરૂરિયાતોને પૂરી કરવાનો દાવો કરી રહ્યું છે. પણ તમે ગૂગલ વોલેટથી પેમેન્ટ કરી શકશો નહીં. તમારે કોઈને પેમેન્ટ કરવું છે તો Google Pay જ ની સહાય લેવી જોશે.
Google Wallet India કઈ કઈ સુવિધા મળશે ?
1). Google Wallet એ કુલ 20 કંપનીઓ સાથે સમજૂતી કરી છે. તે કંપનીઓમાં ફ્લિફકાર્ડ, ક્રોમાં, એરઈન્ડિયા, વિસ્તારા, PVR, આઇએનઓએકસ, લેન્સકાર્ડ, મેક માઈ ટ્રીપ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. એટલે તમે આ કંપનીઓની સર્વિસના સ્ક્રીનશોર્ટ ગૂગલ વોલેટમાં સેવ કરી શકશો.
2). ગૂગલ વોલેટમાં તમે તમારા બોર્ડિંગ પાસ, લોયલ્ટી કાર્ડ્સ, ગિફ્ટ કાર્ડ, મેટ્રો ટિકિટ, બસ ટિકિટ વગેરે સેવ કરી શકશો.
3). આ ઉપરાંત તમે ઓફિસ આઈડી પણ અહીં સેવ કરી શકશો. જરૂરિયાતના સમયે તમે ગૂગલ વોલેટ પરથી તેનો ઉપયોગ કરી શકશો.
કોઈપણ વ્યક્તિ સરળતાથી ગૂગલ વોલેટ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે.
જાણકારી માટે તમને કહી દવ કે, ગૂગલ વોલેટ વર્ષ 2011માં લોન્ચ કરવામાં આવ્યું હતું. જ્યારે કંપનીની પેમેન્ટ એપ 2018માં આવી હતી. ભારતની વાત કરીએ તો UPI પેમેન્ટ માટેની કંપની સૌથી પહેલા ‘તેજ’ નામથી લોન્ચ કરવામાં આવી હતી. ત્યાર પછી તેનું નામ બદલી ‘Google Pay’ કરી દેવામાં આવ્યું.
- ઘરે બેઠા ઓનલાઇન પાનકાર્ડ કાઢો, એકદમ સરળ છે પાનકાર્ડનું ફોર્મ ભરવું
- ઘરે બેઠા કમાઓ Google Pay દ્વારા રોજ 500 થી 1000 રૂપિયા, હવે વિધાર્થીઓ પોતાનો ખર્ચ જાતે ઉઠાવશે.
નિયમિત અમારા લેખો તમારા WhatsApp માં મેળવવા માટે નીચે આપલે બટન પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવ