Bank Holidays in June 2024 : જૂન મહિનામાં આ 13 દિવસ બેન્ક રહેશે બંધ, જાણો કયા કયા દિવસે બેન્ક રહેશે બંધ
Bank Holidays in June 2024 : May 2024 ના છેલ્લા પાંચ-છ દિવસ બાકી રહ્યા છે. ત્યાર બાદ જૂન મહિનો શરુ થશે. એટલા માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ June 2024 માં બેન્કની રજાનું કેલેન્ડર જાહેર કર્યું છે. દર મહિનાના બીજા અને ચોથા શનિવાર તથા રવિવારે બેન્કમાં રજા રહેતી હોય છે. તે રજાનો પણ આ કેલેન્ડરમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
જૂન 2024માં ચાર-પાંચ દિવસ નહીં પણ પૂરા 13 દિવસ બેન્કમાં રજા રહેશે. એટલા માટે બેન્કના તમામ જરૂરી કામ જલ્દી પતાવી લેવા. જૂન 2024માં બીજા અને ચોથા શનિવાર અને દર રવિવાર સિવાય શ્રી ગુરુ અર્જુન દેવ જીનો શહિદ દિવસ, રાજા સંક્રાંતિ, બકરી ઈદ તથા વટ સાવિત્રી વ્રત જેવા વિવિધ તહેવારોની પણ બેન્કમાં જાહેર રજા રહેવાની છે.
- ફોન ખોવાય જાય કે ચોરી થઈ જાય તેવી સ્થિતિમાં Paytm, PhonePe અને Google Pay એકાઉન્ટ કેવી રીતે સુરક્ષિત કરશો? જાણો વિગતે
- બેન્ક ઓફ બરોડામાં ઘરે બેઠા ઓનલાઇન ઝીરો બેલેન્સમાં ખાતું ખોલાવો.
Bank Holidays in June 2024
2 June 2024 | રવિવાર |
8 June 2024 | બીજો શનિવાર |
9 June 2024 | રવિવાર |
10 June 2024 | સોમવાર (શ્રી ગુરુ અર્જુન દેવ જીનો શહીદ દિવસ (પંજાબ)) |
14 June 2024 | શુક્રવાર- (પહિલી રાજા (ઓરિસ્સા) |
15 June 2024 | શનિવાર (YMA દિવસ/રાજા સંક્રાંતિ (ઓડિશા, મિઝોરમ)) |
16 June 2024 | રવિવાર |
17 June 2024 | સોમવાર (બકરી ઈદ) મિઝોરમ, સિક્કિમ, ઇટનાગર સિવાયના દેશના તમામ રાજ્યોમાં જાહેર રજા. |
18 June 2024 | મંગળવાર (બકરી ઈદ) J & k માં બેન્કમાં રજા રહેશે. |
21 June 2024 | શુક્રવાર (વડ સાવિત્રી વ્રત) |
22 June 2024 | ચોથો શનિવાર |
23 June 2024 | રવિવાર |
30 June 2024 | રવિવાર |
Bank Holidays in June 2024 : ઉપર બેન્ક હોલિડેની તારીખ, વાર અને રજા રહેવા પાછળનું કારણ જણાવવામાં આવ્યું છે. જે લિસ્ટ ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે જે રાજ્યમાં જે-તે તહેવારની રજા રહેશે તેની કૌંસમાં દર્શવામાં આવું છે. અને જે રજા પાછળ કૌંસમાં કોઈ રાજ્ય કે વિસ્તારનું નામ દર્શવામાં આવ્યું નથી ત્યાં સંપૂર્ણ ભારતમાં રજા રહેશે જેની નોંધ લેવી.
બેન્ક બંધ હોય તો પૈસા ઉપાડી કે જમા કરી શકાય.
હા.. બેંકમાં રજા હોય તો તમે બેન્ક ATM ના માધ્યમથી પૈસા ઉપાડી કે જમા કરી શકો છો. પણ ATM થી તમે એક લિમિટ સુધી જ પૈસા ઉપાડી શકશો જેની નોંધ લેવી. તમે UPI ના માધ્યમથી પણ ઓનલાઇન ટ્રાન્જેકશન કરી શકો છો.
નિયમિત અમારા લેખો તમારા WhatsApp માં મેળવવા માટે ઉપર આપલે બટન પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવ