SSC MTS Recruitment 2024 : 10 પાસ પર સરકારી નોકરીની જાહેરાત હમણાં જ આવેદન કરો
SSC MTS Recruitment 2024: તાજેતરમાં સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા Multi Tasking Staff (MTS) માટે ભરતીની જાહેરાત કરી છે. જેના માટે ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત 10 પાસ સુધીની છે. આ ભરતી માટે તમે 07 મે 2024 થી 06 જૂન 2024 સુધી ઓનલાઇન આવેદન કરી શકો છો. ફોર્મ કઈ રીતે ભરવું, ઉમેદવારોની પસંદગી કઈ રીતે થશે, કેટલી વય સુધીના ઉમેદવાર આવેદન કરી શકશે અને પગાર ધોરણ સહિતની તમામ માહિતી નીચે આપવામાં આવી છે.
SSC MTS Recruitment 2024
સંસ્થા : | Staff Selection Commission (SSC) |
પોસ્ટનું નામ : | Multi Tasking Staff (MTS) |
નોકરીનો પ્રકાર : | સરકારી નોકરી |
જોબ લોકેશન : | ભારત |
અરજી કરવાની રીત : | ઓનલાઇન |
અરજી કરવાની શરૂઆત : | 07/05/2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ : | 06/06/2024 |
શૈક્ષણિક લાયકાત
SSC દ્વારા જાહેર થયેલ Multi Tasking Staff (MTS) ની ભરતી માટે ઓછાંમાં ઓછું 10th Pass/ Matric સુધીનો અભ્યાસ માંગવામાં આવ્યો છે. જેના સંબધિત વધુ જાણકારી તમે ઓફિશ્યલ નોટિફિકેશનમાં વાંચો.
વય મર્યાદા
આ ભરતીમાં પોસ્ટ મુજબ વય મર્યાદાના ધારા-ધોરણ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં 18 થી 25 વર્ષ અને 18 થી 27 વર્ષ સુધીની અલગ અલગ પોસ્ટ મુજબ અલગ અલગ વય મર્યાદા છે. આપેલ વય મર્યાદામાં અનામત કેટેગરીમાં આવતા ઉમેદવારોને છૂટ-છાટ મળવાપાત્ર છે. વય મર્યાદા સંબધિત વધુ જાણકારી ઓફિશ્યલ નોટિફિકેશનમાં જોઈ લેવી.
ફોર્મ ભરવાની રીત
Multi Tasking Staff (MTS) ની ભરતી માટે તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેના માટે તમારે Staff Selection Commission (SSC) ની ઓફિશ્યલ વેબસાઇટ https://ssc.gov.in/ પર જવાનું રહેશે. જેની લિન્ક છેલ્લે આપવામાં આવી છે.
ગુજરાત હાઇકોર્ટમાં ટ્રાન્સલેટરની ભરતીની જાહેરાત અત્યારે જ ઓનલાઇન અરજી કરો
અરજી ફી
Gen/ OBC/ EWS | Rs. 100/- |
SC/ ST/ PWD | Rs. 0/- |
ફી ભરવાની રીત : | ઓનલાઇન |
ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા
આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી નીચે મુજબની પ્રક્રિયાથી કરવામાં આવશે.
- લેખિત પરીક્ષા (CBT)
- શારીરિક કસોટી (PET/ PST) : ફક્ત હવાલદારની પોસ્ટ માટે
- ડૉક્યુમેન્ટ વેરિફિકેશન
- મેડિકલ તપાસ
નિયમિત અમારા લેખો તમારા WhatsApp માં મેળવવા માટે નીચે આપલે બટન પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવ
ઓનલાઇન અરજી કરવા માટે : | Click here |
SSCનું વાર્ષિક કેલેન્ડર : | Click here |