તમે Google Pay નો ઉપયોગ કરો છો?, તો આ નવા ફીચર વિશે જાણી લ્યો, ખૂબ કામ આવશે.
Google Pay નું નવું ફીચર લોન્ચ થઈ ગયું છે. તેની મદદથી પેમેન્ટ કરવામાં ખૂબ સરળતા રહેવાની છે. હાલમાં Google Pay દ્વારા ત્રણ નવા ફીચર લોન્ચ કરવામાં આવ્યા છે. જેમાં ‘Buy Now Pay Later’ નામનું ફીચર ખૂબ જબરદસ્ત છે. કેમ કે આ ફીચર આવવાથી યુઝરના બેન્ક એકાઉન્ટમાં પૈસા નહીં હોય તો પણ પેમેન્ટ કરવાનો વિકલ્પ આપવામાં આવશે.
જાણો કેવી રીતે વર્ક કરે છે Buy Now Pay Later નામનું ફીચર
Google Pay દ્વારા આપવામાં આવેલ જાણકારી મુજબ કોઈપણ યુઝરને કોઇપણ ખરીદી કરતી વખતે ગૂગલ પે થી પેમેન્ટ કરશે તો તેને તરત પૈસા ચૂકવવા નહીં પડે. હવે તમને Buy Now Pay Later નામના ફીચરથી google pay દ્વારા Installment ની સુવિધા આપવામાં આવી છે. એટલા માટે તમે પેમેન્ટ કરતી વખતે Installment નો વિકલ્પ પસંદ કરી શકો છો. આ વિકલ્પ પસંદ કરશો તો તમારે કોઈપણ ચીજ વસ્તુ માટે હપ્તે હપ્તે પૈસા ચૂકવવાના રહેશે. આ એક પ્રકારના ક્રેડિટ કાર્ડ જેવુ કામ કરશે. એટલા માટે આ નવું ફીચર ઘણા બધા લોકો માટે ઉપયોગી સાબિત થવાનું છે.
Autofill નું ફીચર પણ ગજબનું છે
Google Pay દ્વારા વધુ એક ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં Chrome અને Android પર Autofill ઇનેબલ કરી શકાશે. એટલે તમે ફિંગરપ્રિન્ટ, ફેસ સ્કૈન, પિન નો ઉપયોગ કરી Autofill ફીચર એક્ટિવ કરી શકશો. જેથી તમને પેમેન્ટ કરવામાં સરળતા રહેશે. આ ફીચરને એક્ટિવ કર્યા પછી તમને વધુ સિક્યુરિટી સંબધિત સવાલ કરવામાં આવશે નહીં.
Google Wallet
Google દ્વારા થોડા સમય પહેલા Wallet એપ ને લાવવામાં આવી હતી. આ એક ડિઝિટલ વોટેલ છે. જેમાં તમે તમારી કાર્ડની માહિતી સંગ્રહ કરી શકો છો. આ ફીચરનો લાખો લોકો ઉપયોગ કરી રહ્યા છે. Google Wallet માં તમારા કાર્ડની માહિતી નાખ્યા પછી તમે તેને તમારી પેમેન્ટ એપ સાથે કનેક્ટ પણ કરી શકો છો. જેથી તમને કાર્ડથી પેમેન્ટ કરવામાંમાં પણ ખૂબ સરળતા રહેશે.
નિયમિત અમારા લેખો તમારા WhatsApp માં મેળવવા માટે ઉપર આપેલ બટન પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવ