Job

CCE ની પરીક્ષાની રિસ્પોન્સ શીટ અને પ્રોવિઝનલ આન્સરની તારીખ જાહેર

CCE Exam Provisional Answer Key : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-3 ની 5554 જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. તેની પ્રાથમિક પરીક્ષા 1લી એપ્રિલ થી 20 મે સુધી કુલ 19 દિવસ અને 71 શિફ્ટમાં યોજાય હતી. આ પરીક્ષામાં કુલ 66% ઉમેદવારોએ ભાગ લીધો હતો. તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઉમેદવારોની રિસ્પોન્સ શીટ જાહેર કરી છે જેની સંપૂર્ણ જાણકારી અને લિન્ક તમને નીચે આપવામાં આવી છે. એટલા માટે આ લેખ સંપૂર્ણ વાંચો.

CCE ની પરીક્ષાની રિસ્પોન્સ શીટ

ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા CCE ની પ્રાથમિક પરીક્ષાની ઉમેદવારોની રિસ્પોન્સ શીટ 25 May ના રોજ ઓનલાઇન મૂકી દીધી છે. જેને તમે આપેલ લિન્ક https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/88319/login.html પર જઇ ડાઉનલોડ કરી શકશો. તમારી રિસ્પોન્સ શીટ જોવા માટે તમારો કન્ફર્મેશન નંબર અને તમારી જન્મ તારીખની જરૂર પડશે.

CCE Exam Provisional Answer Key

CCE ની પ્રાથમિક પરીક્ષાનું ક્યારે આવશે પરિણામ ?

GSSSB દ્વારા તારીખ 1લી એપ્રિલ થી 20 મે સુધી લેવાયેલ CCEની પ્રાથમિક પરીક્ષા કુલ 3.40 લાખ ઉમેદવારોએ આપી હતી. જેના પરિણામની તમામ ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે. એક મીડિયા રિપોર્ટ મુજબ CCE ની આ પરીક્ષાનું પરિણામ 30 June 2024 સુધી જાહેર થઈ શકે છે.

5554 ખાલી જગ્યા પર ભરતીની જાહેરાત થઈ હતી

GSSSB દ્વારા 5554 જેટલી જુદી જુદી ખાલી જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. જેના માટે ઉમેદવારોની પ્રાથમિક પરીક્ષા 20 મે, 2024 ના રોજ પૂરી થઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે આ 5554 ખાલી જગ્યામાં ગ્રૂપ-A ની 1926 અને ગ્રૂપ-Bની 3628 ખાલી જગ્યાનો સમાવેશ થાય છે.

રિસ્પોન્સ શીટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો : Click here

નિયમિત અમારા લેખો તમારા WhatsApp માં મેળવવા માટે ઉપર આપલે બટન પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *