UPSC ની પરીક્ષા પાસ કરવા માટે જરૂરી છે આ 2 ટિપ્સ, વાંચો હમણાં જ
UPSC Preparation : યુપીએસસી ની તૈયારી એટલે ખૂબ સમય, લાંબી તૈયારી, ટેન્શન અને પરિવારની અપેક્ષા. આ બધાની વચ્ચે વાંચવું અને સફળ થવું એ સૌથી મોટો પડકાર છે. સાથે સાથે સાચું માર્ગદર્શન પણ ખૂબ જરૂરી છે. જો સાચા માર્ગદર્શન અને આત્મવિશ્વાસ સાથે તૈયારી શરૂ કરવામાં આવે તો સફળતા નિશ્ચિત છે.
તમામ વિધર્થીઓનું સપનું હોય છે. કે UPSCની પરીક્ષા પાસ કરવી. પરંતુ ઘણીવાર વિધાર્થીઓને એ ખબર નથી હોતી કે તૈયારી કરવી કેવી રીતે. કઈ બુક વાંચવી, કેટલો સમય કયા વિષયને આપવો જેથી સફળતા મળી શકે. એવામાં સાચું માર્ગદર્શન ખૂબ જરૂરી છે. સાથે સાથે યોગ્ય બુકની પસંદગી પણ એટલી જ જરૂરી છે.
UPSC માટે કઈ બુક યોગ્ય રહેશે ?
આ બાબતે માર્ગદર્શન આપી રહેલા IFS ઓફિસર રાહુલ રાજ કહે છે કે તમે જેની તૈયારી કરો છો તેનો સિલેબસ તમને યાદ હોવો જોરૂરી છે. સિલેબસની સાથે સાથે તેની આજુ-બાજુની માહિતી હોવી પણ જરૂરી છે. જો તમે ઇતિહાસ વિષય થી UPSCની તૈયાર કરો છો તો ઇતિહાસનો સંપૂર્ણ ઘટનાક્રમ જાણવો જરૂરી છે. રાજનીતિ વિજ્ઞાનની વાત કરીએ તો લક્ષ્મીકાન્તની બુક શ્રેષ્ઠ છે. ભૂગોળ પસંદ કર્યું છે તો તેને NCERT માંથી વાંચી શકો છો. અર્થશાસ્ત્ર પણ તમે NCERT માંથી તૈયાર કરી શકો છો. જેનાથી તમારી ઘણી વસ્તુ ક્લિયર થઈ જશે.
Business Idea : ગામમાં રહીને પણ તમે કરી શકો છો આ 5 બિઝનેસ, કમાણી લાખોમાં
વિષયના સંપૂર્ણ જ્ઞાન સાથે રિવિઝન જરૂરી
રાહુલ રાજ કહે છે કે તમે કેટલા સમય સુધી વાંચો તે જરૂરી નથી પણ તમે શું વાંચો છો તેના પર ધ્યાન આપો. તમે જે વાંચો છો તેને વિગતવાર સમજવું જરૂરી છે. એ વાત પર વિશેષ ધ્યાન આપો કે કોઈપણ વિષયને હલકામાં લેવો નહિ. તમામ વિષયની જાણકારી તમારી સફળતા માટે જરૂરી છે. વાંચવાનું ટાઈમ ટેબલ બનાવો. એક ચેપ્ટર પૂરું કરવા માટેનો સમય નક્કી કરો. તો તમને સફળતા જરૂર મળશે. એક વાર વાંચ્યા પછી તેનું રિવિઝન કરવું ખુબ જ જરૂરી છે. રિવિઝન કરશો તો જ તે તમારી યાદશક્તિમાં રહેશે.
શું તમને ખબર છે કે તમારા ATM કાર્ડ પર 10 લાખ સુધીનું ફી વીમા કવર મળે છે?
ઇન્ટરવ્યુની તૈયારી કેવી રીતે કરવી
રાહુલ રાજ કહે છે કે ઘણા ઉમેદવારો બંને પરીક્ષા પાસ કરી લે છે પણ ઇન્ટરવ્યુમાં સફળ રહેતા નથી. ઇન્ટરવ્યુ માટે નોલેજની સાથે સાથે કોન્ફિડન્સ હોવો ખૂબ જ જરૂરી છે. તમે જે વાંચ્યું છે તેનો કોન્સેપ્ટ હંમેશા ક્લિયર રાખો. થોડા પ્રશ્નો તેના પણ પૂછી લેવામાં આવે છે. તમે જે ક્ષેત્રમાં જવા ઈચ્છો છો તેની સંપૂર્ણ જાણકારી તમારી પાસે હોવી જોઈએ. જો તમે આટલું કરી લ્યો છો તો તમે તમારું ઇન્ટરવ્યુ સરળતાથી પાસ કરી લેશો. ઘણીવાર ઉમેદવારો ઇન્ટરવ્યુમાં ડરી જાય છે. આવું બિલકુલ ના કરો તમે ઇન્ટરવ્યુને એકદમ કોન્ફિડન્સથી આપો.
નિયમિત અમારા લેખો તમારા WhatsApp માં મેળવવા માટે નીચે આપલે બટન પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવ