Business Idea

મહિલાઓ ઘરે બેઠા શરૂ કરી શકે તેવા પાંચ બિઝનેસ આઇડિયા

અત્યારના સમયમાં મહિલાઓ પણ પોતાનો બિઝનેસ શરૂ કરી એક સફળ બિઝનેસ વુમન બન્યાના ઘણા બધા દાખલાઓ આપણી સમક્ષ છે. જેવી કે ફાલ્ગુની નાયર, નોશની નાદર, ખુશ્બુ જૈન, વનિતા સિંહ, આયેશા થાપર વગેરે મહિલાઓ એ ઝીરો થી શરૂ કરી તેની કંપનીને યુનિકોર્ન સુધી પહોચાડી છે. આ તમામ મહિલાઓ એક સામાન્ય પરિવારમાંથી નીકળીને સફળતાના શિખરો સર કર્યા છે. સામાન્ય રીતે જોઈએ તો તમામ મહિલાઓ પોતાનો વ્યવસાય શરૂ કરી પોતાના પરિવારને આર્થિક મદદ કરવા ઇચ્છતી હોય છે. પણ કયો બિઝનેસ કરી શકાય તેની મૂંઝવણમાં હોય છે. અમે આજે તમારી આ મૂંઝવણને દૂર કરી એકદમ ઓછા રોકાણથી ઘરે બેઠા પણ શરૂ કરી શકાય તેવા પાંચ બિઝનેસ આઇડિયા વિશે જાણકારી આપીશું.

મહિલાઓ માટે બિઝનેસ આઇડિયા

અહીં મહિલાઓ ઘરે બેઠા એકદમ ઓછા રોકાણથી શરૂ કરી શકે એવા પાંચ બિઝનેસ આઇડિયાની વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે.

Art & Craft Business (આર્ટ એન્ડ ક્રાફ્ટ બિઝનેસ)

ક્રાફ્ટ એ એક વિશાળ ક્ષેત્ર છે કેમ કે આમાં અલગ-અલગ લોકો પાસે અલગ-અલગ ટેલેન્ટ હોય છે. કોઈ સુંદર પર્સ કે થેલી બનાવી શકે છે, તો કોઈ સરસ મજાની બાસ્કેટ બનાવી શકે, કોઈ પાસે આર્ટિફિસિયલ ગુલદસ્તે બનવાનું ટેલેન્ટ હોય છે તો કોઈ પાસે ચીકણી માટીની સુંદર મુર્તિઓ બનાવાનું ટેલેન્ટ હોય છે.

જો તમે સજાવટ સંબધિત વસ્તુઓ બનાવવામાં એક્સપર્ટ છવો તો Art & Craft Business નો વિકલ્પ તમારા માટે શ્રેષ્ઠ છે. આમાં તમે તમારી ક્રિએટિવિટી ઉમેરી નવી નવી વસ્તુઓ બનાવી શકો છો. તમે જથ્થા બંધના વેપારી પાસે તમારી જરૂરિયાત મુજબનો માલ-સામાન ખરીદીખૂબ ઓછા રોકાણથી આ વ્યવસાય શરૂ કરી શકો છો. માર્કેટમાં નવી અને યુનિક વસ્તુઓની માંગ હંમેશા રહે છે એટલા માટે આ વ્યવસાયમાં સફળતા મળવાની સંભાવના સૌથી વધુ છે.

Affiliate Marketing Business Idea (અફીલીએટ માર્કેટિંગ)

એફિલિએટ માર્કેટિંગ શબ્દ કદાચ તમારા માટે નવો હોય શકે પણ આજના સમયમાં એફિલિએટ માર્કેટિંગ પૈસા કમાવવાનો સૌથી ટ્રેંડિંગ આઇડિયા છે. જેને તમે એકદમ ઓછા અથવા શૂન્ય રોકાણથી પણ શરૂ કરી શકો છો. પણ હા આના માટે તમારી પાસે થોડું તકનીકી નોલેજ અને ઇન્ટરનેટ સાથેનો સ્માર્ટફોન હોવો જરૂરી છે.

એફિલિએટ માર્કેટિંગ શું છે? : આમાં તમારે મોટી મોટી ઇ-કોમર્સ વેબસાઇટ પર લિસ્ટ કરેલી વસ્તુઓ સેલ કરાવવાની હોય છે. જેના બદલામાં કંપનીએ નક્કી કરેલ કમિશન તમને મળે છે. એફિલિએટ પ્રોગ્રામ અમેઝોન, ફ્લિપકાર્ડ સહિતની તમામ ઇ-કોમર્સ પ્લેટફોર્મ ચલાવી રહ્યું છે. જેનાથી તમે સારી એવી કમાણી કરી શકો છો. એફિલિએટ માર્કેટિંગ થોડું તકનીકી હોવાથી તેની વિસ્તૃત જાણકારી અમે અહીં આપી શકીશું નહીં. એટલા માટે તેની વધુ જાણકારી માટે યુટુબ પર Affiliate Marketing સર્ચ કરો ત્યાં તમને સંપૂર્ણ માહિતી મળી જશે.

Tiffin Service Business Idea (ટિફિન સર્વિસ)

ઘરનું ભોજન કોને પસંદ ના હોય, જો તમને સારું ભોજન બનાવતા આવડતું હોય તો તમે ઘરે બેઠા ટિફિન સર્વિસ બિઝનેસ શરૂ કરી શકો છો. જો તમે ઈચ્છો તો કૂકિંગ ક્લાસીસ (Cooking Classes) અને કૂકિંગની યુટુબ ચેનલ પણ શરૂ કરી શકો છો. ટિફિન સર્વિસની વાત કરીએ તો આમાં તમે તમારા શોખ અને ટેલેન્ટની સાથે સારી કમાણી પણ કરી શકો છો. નાના અને મોટા શહેરોમાં ટિફિન સર્વિસની માંગ વધુ છે. અને ઓછા રોકાણથી શરૂ થતો આ વ્યવસાયમાં વધુ લાભ છે. તમે તમારી ટિફિન-સર્વિસના પ્રચાર માટે તમારા વિસ્તારમાં પેમ્પલેટનું વિતરણ કરાવી શકો છો જેથી તમારા ગ્રાહકો વધશે અને તેની સાથે નફો પણ વધુ થશે.

Hobbies Business Ideas (શોખ સાથે જોડાયેલા વ્યવસાય)

જો તમે તમારા શોખ/ટેલેન્ટને આવકનો સ્ત્રોત બનાવી લ્યો છો તો તેમાં સફળ થવાની સૌથી વધુ સંભાવનાઓ રહેલી છે. સાથે સાથે તમે તમારા કામને એન્જોય પણ કરશો. તમને મ્યુઝિક, ડાંસિંગ, પેંટિંગ જેવી અન્ય કોઈ આવડત કે શોખ છે તો તેનાથી તમે રોજગારી મેળવી શકો છો. તમે તમારા શોખને અન્ય ને શીખવાડી સારી એવી ફી લઈ શકો છો. આ મહિલાઓ માટે ખૂબ સારો વ્યવસાય છે જે નાના એવા રોકાણથી શરૂ થઈ જશે.

Beautician Business Ideas (મેકઅપ-બ્યુટીશિયન બિઝનેસ આઇડિયા)

બ્યુટી પાર્લર મહિલા માટે સૌથી વધુ પસંદગીનો બિઝનેસ છે. આ બિઝનેસ શરૂ કરવા માટે કોઈ એક્સ્ટ્રા જગ્યાની જરૂર નથી, જેને તમે ઘરેથી જ શરૂ કરી શકો છો. અને તમે ઈચ્છો તો નાની એવી ઓફિસ રાખીને પણ શરૂ કરી શકો છો. બ્યુટી પાર્લરના બિઝનેસમાં રોકાણ એ વાત પર નિર્ભર કરે છે કે તમે ક્યાં સ્તરથી શરૂ કરવા માંગો છો અને તેમાં નફો તમારા રોકાણ અને મહેનત પર આધાર રાખે છે.

ઘણી બધી મહિલાઓને પાર્લર જવાનો સમય નથી મળતો તે તમને કોલ કરી ઘરે પણ બોલાવી શકે છે જેને તમે તેના ઘરે જઈને સર્વિસ આપી તમારા નફામાં વૃદ્ધિ કરી શકો છો. મેકઅપ-બ્યુટીશિયનની સર્વિસ નો પ્રચાર ઓનલાઇન કરવો યોગ્ય રહેશે.

અમને ઉમ્મીદ છે કે અહીં આપેલા બિઝનેસ આઇડિયા તમને મદદરૂપ સાબિત થયા હશે. નિયમિત કામમાં આવે તેવી માહિતી વાંચવા માટે કાકાસાહેબ ના વોટ્સઅપ ગ્રૂપમાં જોડાય શકો છો. આભાર…

નિયમિત અમારા લેખો તમારા WhatsApp માં મેળવવા માટે ઉપર આપેલ બટન પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *