Business Idea

પાપડનો વ્યવસાય શરૂ કરો અને લાખોની કમાણી કરો, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

આપણા દેશમાં પાપડની માંગ હમેશા રહી છે. એટલા માટે પાપડના વ્યવસાયમાં કમાણી કરવાની વધુ સંભાવનાઓ છે. આપણે ત્યાં તહેવાર, લગ્ન પ્રસંગ કે કોઈ પ્રોગ્રામમાં પાપડનો ખૂબ ઉપયોગ થાય છે કેમ કે લોકો પાપડને જમતી વખતે અથવા જમ્યા પછી પણ ખાવાનું પસંદ કરે છે. ટૂંકમાં કહીએ તો પાપડ એ આપણાં સમાજમાં રોજિંદા ઉપયોગની વસ્તુ બની ગય છે. એટલા માટે વર્તમાનમાં પાપડનો બિઝનેસ શરૂ કરવો એ ફાયદાનો સોદો રહેશે.

પાપટનો બિઝનેસ શરૂ કરવા માટે જરૂરી ચીજ વસ્તુઓ

પાપડ બિઝનેસનું લાયસન્સ : બિઝનેસ નાનો હોય કે મોટો તેને શરૂ કરવા માટે લાયસન્સ અને રજીસ્ટ્રેશનની જરૂર પડે છે. જેથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે નહીં, એટલા માટે પાપડનો વ્યવસાય શરૂ કરવા માટે પણ સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરાવી લાયસન્સ મેળવી લેવું.

બિઝનેસ શરૂ કરવા માટે જગ્યાની વ્યવસ્થા : પાપડનો વ્યવસાય શરૂ કરવા માટે ઓછામાં ઓછી 80 થી 100 વર્ગ મીટરની જગ્યાની જરૂર પડશે. પરંતુ જો તમે મોટા સ્તરે બિઝનેસ શરૂ કરવા માંગો છો તો વધુ પ્રોડકશન થશે એટલે વધુ જગ્યાની જરૂર પડશે. આ જગ્યાનો ઉપયોગ પાપડ બનાવવા અને તેને સુખવવા માટે કરવાનો હોય છે. જો તમે નાના સ્તરે આ વ્યવસાય શરૂ કરવા ઈચ્છો છો તો તમે ઘરેથી પણ શરૂ કરી શકો છો.

પાપડ બનાવવા માટે જરૂરી કાચો માલ : પાપડ ઘણા બધા પ્રકારના હોય છે, તમે જે પ્રકારના પાપડ બનાવા માંગો છો તેની જરૂરિયાત અનુસાર તમારે પાસે સામગ્રી હોવી જોઈએ. તમામ પ્રકારના પાપડ માટે કોમન કાચા માલની વાત કરીએ તો- તેલ, મરચું, મસાલા, મીઠું, હિંગ, પીસેલા કાળા મરી વગેરેની જરૂર પડશે.

જરૂરી મશીન : પાપડના વ્યવસાય માટે અમુક મશીનની જરૂર પડે છે. જેમ કે ગ્રાઈન્ડર, મિક્સર, પાપડ પ્રેસ મશીન, ડ્રાઇંગ મશીન અને પેકિંગ મશીન

પાપડનો બિઝનેસ શરૂ કરવા માટે જરૂરી રોકાણ

પાપડનો વ્યવસાય શરૂ કરવા માટે 10 હજાર થી લઈ 10 લાખ સુધીનું રોકાણ કરી શરૂ કરી શકાય છે. પરંતુ આ વ્યવસાયમાં તમારા બજેટના અનુરૂપ રોકાણ કરવું.

કેટલો થશે લાભ ?

પાપડના વ્યવસાયમાં નફો તમારા રોકાણ પર નિર્ભર કરે છે રોકાણ વધુ તો નફો વધુ થશે. પરંતુ એ પણ જરૂરી નથી કે ઓછા રોકાણ પર નફો ઓછો જ થાય, જો તમે માર્કેટિંગ સારી રીતે કરો છો અને પાપડ ની ક્વોલિટી સારી છે તો તેની માંગ વધુ રહેશે અને તમારો નફો પણ વધુ રહેશે. સામાન્ય અનુમાન પ્રમાણે કહીએ તો 1 લાખના રોકાણ પર તમે લગભગ 20 થી 30 હજાર મહિને કમાણી કરી શકો છો.

ઉત્પાદનનું માર્કેટિંગ

સૌપ્રથમ તમારે તમારા વ્યવસાયનો પ્રચાર (માર્કેટિંગ) કરવો પડશે, કેમ કે લોકોને ખબર પડશે તો તમારા પાપડ ખરીદશે. એટલમાં માટે કોઈપણ બિઝનેસને સફળ બનાવવા માટે માર્કેટિંગ કરવું જરૂરી છે. પાપડના બિઝનેસ માટે પણ ક્વોલિટી + માર્કેટિંગ થી સફળતા મેળવી શકાય છે. તમે સમાચાર પત્રો, સેલ્સ મેન, ગૂગલ એડ, ફેસબુક એડ, ઇનસ્ટાગ્રામ એડ, ફૂડ બ્લોગર વગેરેના મદદ થી તમારા વ્યવસાયનું માર્કેટિંગ કરી શકો છો.

પાપડનો બિઝનેસ કરતી વખતે આ વાતનું ધ્યાન રાખો

  • પાપડની ક્વોલિટી અને સ્વાદ પર વધુ ધ્યાન આપો, કેમ કે પાપડ તેના સ્વાદ અને ક્વોલિટી ના કારણે જ વધુ વેંચાય છે. તો એ ખૂબ જરૂરી છે કે પાપડનો સ્વાદ સારો હોય.
  • પાપડનો વ્યવસાય શરૂ કરતાં પહેલા કયા વિસ્તારમાં કયા પ્રકારના પાપડની ડિમાન્ડ વધુ છે તેનો અભ્યાસ અવશ્ય કરો.

નિયમિત અમારા લેખો તમારા WhatsApp માં મેળવવા માટે ઉપર આપેલ બટન પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *