મૂંઝવણ : દરિયાનું પાણી સતત કેમ વહ્યા કરે છે?
અમે એક દિવસ દરિયા કિનારે ફરવા ગયા. ફરવાની મજા પડી પણ દરિયાનું પાણી સતત કેમ વહ્યા કરે છે તે વાતને સમજવા મિત્રોને પૂછ્યું. છતાં સંતોષ ન થયો. બીજા દિવસે સરને પૂછ્યું, તો સર કહેવા લાગ્યા….
દરિયાનું પાણી સતત કેમ વહ્યા કરે છે?
દરિયાનું પાણી એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતું હોય છે. દરિયાનાં પાણીમાં રોજ બે વાર ભરતીઓટ આવે છે. તેમાં જુદી જુદી ઊંડાઈએ પણ જળપ્રવાહો વહે છે. સપાટી ઉપરના કેટલાક પ્રવાહો ગરમ હોય છે. ઊંડા પાણીમાં ઠંડો પ્રવાહો વહેતા હોય છે. દરિયાની સપાટી ઉપરના પ્રવાહો પવન સર્જે છે. સપાટી ઉપર વહેતો પવન પાણીને પવનની દિશામાં ગતિ આપે છે. પૃથ્વીની ધરી ઉપરનું તેનું ભ્રમણ સાગરના જળપ્રવાહોનું સર્જન કરે છે. તમે જાણો છો કે પૃથ્વી પોતાની ધરી ઉપર પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે. આ ભ્રમણને પરિણામે વિષુવવૃત પરનાં સાગરજળ પૂર્વથી પશ્ચિમ તરફ વહેવા માંડે છે. વિષુવવૃત પરના પવનો પણ આ જ દિશામાં વહેતા હોવાથી આ જળપ્રવાહોને વધારે ગતિ મળે છે.
આ પણ જાણો : થર્મોસમાં પ્રવાહી ગરમ કે ઠંડુ શા કારણે રહે છે?
સાગરપ્રવાહોની ઝડપ કલાકનાં એક-બે દરિયાઈ માઈલ જેટલી હોય છે. કેટલાક ઝડપી પ્રવાહોની કલાકે ચાર-પાંચ દરિયાઈ માઈલની હોય છે. ઊંડા સાગરનાં પ્રવાહોની ગતિ બહુ ધીમી હોય છે. કે દેશો નજીક થઈ દરિયાનાં ગરમ કે ઠંડા જળપ્રવાહો પસાર થાય છે તેની આબોહવા પર તે અસર કરે છે.
- આ છે દુનિયાનો સૌથી મોંઘો કેદી, આખી જેલમાં હતો ફક્ત એક જ કેદી
- જાણો દુનિયાની સૌથી લાંબામાં લાંબી કાર વિશે !
નિયમિત અમારા લેખો તમારા WhatsApp માં મેળવવા માટે ઉપર આપેલ બટન પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવ