CCE Prelims Exam Fee Refund : જાણો CCE ની પરીક્ષા ફી ક્યારે પરત મળશે.
CCE Prelims Exam fee Refund : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ક્લાસ-3 ની 5554 જેટલી ખાલી જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. જેના માટે 04/01/2024 થી તા. 31/01/2024 સુધી ફોર્મ ભરવામાં આવ્યા હતા. GSSSB દ્વારા આ ભરતી માટે પરીક્ષા ફી સ્વરૂપે જનરલ કેટેગરીના ઉમેદવારો પાસેથી રૂ. 500 અને અન્ય અનામત કેટેગરીના ઉમેદવારો પાસેથી રૂ. 400 લીધા હતા. GSSSB ની જાહેરાત મુજબ આ પરીક્ષા ફી પરીક્ષા પૂર્ણ થતાં ઉમેદવારોને પરત આપવામાં આવશે.
CCE Prelims Exam Fee Refund
CCE ની પ્રિલિમ પરીક્ષાનું આયોજન 1 એપ્રિલ થી 20 મે, 2024 સુધીમાં કુલ 19 દિવસ અને 71 શિફ્ટમાં કરવામાં આવ્યું હતું. જેમાં 66% ઉમેદવારોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. CCEની પરીક્ષા પૂર્ણ થતાં તમામ ઉમેદવારોના મનમાં એક સવાલ હતો કે પરીક્ષા ફી પરત ક્યારે મળશે. ઉમેદવારોની આ મૂંઝવણને દૂર કરવા માટે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે સોશિયલ મીડિયા મારફતે જાણકારી આપી છે.
હસમુખ પટેલનું ટ્વિટ આ મુજબ છે.
જા.ક્ર. 212/202324 CCE માં હાજર રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી રિફંડ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. CCEમાં હાજર રહેલા ઉમેદવારોના જે બેન્ક એકાઉન્ટ માંથી પરીક્ષા ફી મળી હતી, તે બઁક એકાઉન્ટમાં ઇપેમેન્ટ દ્વારા મોડામાં મોડું 20જૂન, 2024 સુધીમાં ફી રિફંડ થઈ જશે.
ફક્ત આ ઉમેદવારોને જ મળશે ફી રિફંડ
જે ઉમેદવારો CCE ની પ્રાથમિક પરીક્ષા આપવામાં હાજર રહ્યા હતા તેવા જ ઉમેદવારોને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા ફ્રી રિફંડ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે CCEની પ્રાથમિક પરીક્ષામાં 3.40 લાખ ઉમેદવારો હાજર રહ્યા હતા.