Arital Recharge Plan : એરટેલે લોન્ચ કર્યો 148 નો રિચાર્જ પ્લાન, ડબલ બેનિફિટ
Arital Recharge Plan 148 Rupees : એરટેલના ગ્રાહકો માટે ખુશ-ખબર આવી છે. એરલેટ દ્વારા તેના ગ્રાહકો માટે 148નો રિચાર્જ પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્લાનના કયા કયા બેનિફિટ મળશે તેની આજે આ લેખમાં જાણકારી મેળવીશું એટલા માટે આ આર્ટીકલ છેલ્લે સુધી વાંચો.
Arital Recharge Plan 148 Rupees
ભારતીય એરટેલે તેના ગ્રાહકોને ઘણાબધા શાનદાર પ્લાન ઉપલબ્ધ કરાવ્યા છે. પરંતુ ગ્રાહકોની માંગને ધ્યાનમાં રાખી સમય સમય પર તેમાં બદલાવ અથવા નવો પ્લાન લોન્ચ કરતું હોય છે. તમને જણાવી દઈએ કે ગ્રાહકોની સુવિધા માટે એરટેલે રૂ. 148 માં તેનો સૌથી સસ્તો પ્લાન લોન્ચ કર્યો છે. જેમાં 15 OTT પ્લેટફોર્મ તમને જોવા મળશે. એરટેલે OTT ગ્રાહકોની માંગને ધ્યાનમાં રાખી આ પ્લાન લોન્ચ કર્યો છે. એરટેલનો આ રિચાર્જ પ્લાન એટલો સસ્તો છે કે કોઈ સામાન્ય માણસ પણ કરાવી શકે છે. આ પ્લાનના ફાયદાઓની વાત કરીએ તો….
એરેટલના 148 રૂપિયાના રિચાર્જ પ્લાનના ફાયદા
તમને જણાવી દઈએ કે એરટેલના 148 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં 15 થી વધુ OTT Apps નો લાભ મળશે. આ તમામ 15 એપ્સ ચલાવવા માટે ફક્ત સબ્સક્રિપ્શન નહીં પણ તેને ચલાવવા માટે ફ્રી ડેટા પણ આપવામાં આવશે. એરટેલનો આ રિચાર્જ પ્લાન એડ ઓન પ્લાન છે. જેનો મતલબ તમે તેને રેગ્યુલર રિચાર્જની સાથે પણ આ પ્લાન કરાવી શકો છો.
તમે એરટેલનો148 રૂપિયા નો પ્લાન કરાવો છો તો તમને 15 GB ફ્રી ઇન્ટરનેટ મળશે. તેની સાથે 15 OTT Apps પણ યુઝર 30 દિવસ સુધી ફ્રીમાં ઉપયોગ કરી શકશે. જેમાં સોની લીવ, એક્સટ્રીમ પ્લે, લાયંસ ગેટ પ્લે, મૌનરા મૈક્સ, હાઇ ચોઈ અને ઇરોજ નાઉ જેવી 15 એપ્લીકેશનનો સમાવેશ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ પ્લાન સાથે કોલિંગ કે એસએમએસ ની સુવિધા આપવામાં આવશે નહીં.
નિયમિત અમારા લેખો તમારા WhatsApp માં મેળવવા માટે ઉપર આપેલ બટન પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવ